ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને (GMRC) જનરલ મેનેજર, જોઈન્ટ જનરલ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, એન્જિનિયર, સીનિયર સુપરવાઈઝર, સીનિયર સ્ટેશન કંટ્રોલર/ ટ્રેન ઓપરેટર ટ્રાફિક કંટ્રોલર અને RRV ઓપરેટર વગેરે સહિત કુલ 48 પોસ્ટ પર ભરતી માટેની જગ્યા બહાર પાડી છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર 12 ડિસેમ્બર 2019 સુધી કે તેનાથી પહેલા ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર 2019 છે. જનરલ મેનેજર માટે ઉમેદવારોનો અભ્યાસ B.E કે B.Tech હોવો જોઈએ તથા ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 20 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશનનો અનુભવ પણ હોવો જોઈએ. જનરલ મેનેજર (ફાઈનાન્સ)ના ઉમેદવારો કોમર્સ ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને ચાર્ટર્ડ એકાઉન્ટસ ઓફ ઈન્ડિયા કે ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના મેમ્બર હોવા જોઈએ અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ સંસ્થા કે વિશ્વ વિદ્યાલયથી ફાઈનાન્સમાં સ્પેશિયલાઈઝેશનની સાથે કોમર્સ ગ્રેજ્યુએટ અને MBA હોવા જોઈએ. ઉમેદવાર દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતવાર માહિતી અને સંબંધિત પોસ્ટની ઉંમર જોવા માટે માટે સત્તાવાર જાહેરાત જોઈ શકે છે. યોગ્ય ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુમાં પ્રદર્શનના આધાર પર કરવામાં આવશે. આ પદ પર આવેદન કરવા માટે ઉમેદવારોને કોઈ ફી ચૂકવવી પડશે નહીં. ઉમેદવાર આ નોકરીને લગતી વધુ માહિતી માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની વેબસાઈટ પર જઈ શકે છે.