ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા
અમદાવાદ
રાજ્યમાં અતિ વરસાદ અને ભાજપના અણઘડ વહિવટને પગલે રાજ્યમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતી થઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાના માર્ગદર્શન હેઠળ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત મહત્વની મીટીંગમાં રાજ્યના અસરગ્રસ્ત નાગરિકોને રાહત – મદદકર્તા બનવા કોંગ્રેસ પક્ષ દ્વારા ૯૦૯૯૯૦૨૨૫૫ સાથેનો ૨૪ કલાક કાર્યરત સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવશે. જેમાં અસરગ્રસ્ત નાગરિકોને પોતાની ફરીયાદ નોંધાવી શકશે. કોંગ્રેસ પક્ષ આ ફરીયાદ તંત્ર સુધી પહોંચાડશે અને સ્થાનિક નાગરિકોને મદદરૂપ થવા પ્રયત્ન કરશે. છેલ્લા અડતાલીસ કલાકમાં રાજ્યમાં સર્વત્ર વ્યાપક વરસાદની પરિસ્થિતિ વચ્ચે રાજ્યના અમુક ભાગોમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે હંમેશની જેમ ભાજપના અણઘડ, ભ્રષ્ટાચારી અને આપખુદશાહી શાસનને પરિણામે રાજ્યની સામાન્ય પ્રજાએ જાનમાલનું ભારે નુકશાન વેઠવું પડ્યું છે અને માત્ર છેલ્લા છત્રીસ કલાકમાં જ ૬૩ જેટલા લોકોએ અતિવૃષ્ટિમાં જીવ ગુમાવ્યા છે. ભ્રષ્ટ્રાચારના પહાડ પર બેઠેલી ભાજપાના શાસકોએ ગુજરાતની જનતાને વ્યાપક પરેશાનીમાં ધકેલી દીધી છે ત્યારે, કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનો / કાર્યકરો / ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંકટના સમયમાં અસરગ્રસ્તો / પુરગ્રસ્તોને મદદકર્તા બને તેવી કોંગ્રેસ પક્ષે અપીલ કરી છે.
ગુજરાતમાં ભારે વરસાદમાં થયેલ તારાજી અને પુરગ્રસ્તોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે,
૧. રોજબરોજ કમાનાર શ્રમિકો, સ્વરોજગારી કરતા લોકોની વરસાદની પરિસ્થિતીમાં રોજી રોટી બંધ છે ત્યારે તાત્કાલીક કેશડોલ્સ ચુકવવામાં આવે.
૨. ગ્રામ્ય વિસ્તાર – શહેરી વિસ્તારમાં વિજળી પડવાને કારણે જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારને તાત્કાલીક વળતર ચુકવવામાં આવે છે. પશુધનના પણ મોત થયા છે તેમને વળતર આપવામાં આવે.
3. ભારે વરસાદને કારણે ૪૮ કલાક કરતા વધુ સમયથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે ત્યારે ઠેરઠેર થયેલ નુકસાનીનો તાત્કાલીક ધોરણે સર્વે કરવામાં આવે.તંત્રની ઘોર બેદરકારીને કારણે શહેરના રહીશોના ઘરમાં પાણી, વ્યાપારીઓની દુકાનોમાં પાણી સહિત રોડ રસ્તાઓ પર પાણી- ભુવા પડવાની વ્યાપક ફરિયાદો સામે આવી છે એક જ વરસાદમાં ભાજપના કહેવાતા વિકાસની પોલ ખોલી નાખી છે. વહીવટી અણઆવડત અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી હતી.