પ્રિમોન્સૂન કામગીરીના નામે શહેરી નાગરિકોના ટેક્ષના નાણાં પાણીમાં : ભાજપ શાસકો સદંતર નિષ્ફળ  : બાપુનગરના ધારાસભ્ય  હિંમતસિંહ પટેલ

Spread the love

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને બાપુનગરના ધારાસભ્ય હિમંતસિંહ પટેલ

અમદાવાદ

૨૭ વર્ષના રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં ૧૫ વર્ષના શાસન બાદ પણ નગરજનોને નળ, ગટર, રાસ્તાની પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને બાપુનગરના ધારાસભ્ય હિમંતસિંહ પટેલે જણાવ્યું હતું કે ચોમાસાની આગોતર આયોજન માટેનું પ્રિમોન્સૂન કામગીરીમાં ભાજપ સદંતર નિષ્ફળ નીવડ્યું છે. પ્રિમોન્સૂન પ્લાનીંગ માત્ર કાગળ પર રહી છે. આઠ મહાનગર પાલિકામાં વિકાસના નામે માત્ર વાતો, ભ્રામક પ્રચાર, વાયદા અને કૌભાડ સિવાય ભાજપના સત્તાધીશોની કોઈ કામગીરી જણાતી નથી. ચોમાસા પહેલા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી માત્ર કાગળ પર કરવામાં આવી. નાળામાંથી કચરો, માટી સહિતના પદાર્થોની સમયસર નિકાલ કરવામાં આવતો નથી. વોટર ડ્રેનેજ લાઈનો બંધ હાલતમાં છે. ભાજપના અણઘડ વહીવટનો ભાગ ગુજરાતના સામાન્ય નાગરીકો બની રહ્યા છે. આધુનિક સાધનોના ઉપયોગથી ડીશીલ્ટીંગ ઝુંબેશ કરવી જોઈતી હતી પરતું તંત્રની ઘોર બેદરકારીને કારણે શહેરના રહીશોના ઘરમાં પાણી, વ્યાપારીઓની દુકાનોમાં પાણી સહિત રોડ રસ્તાઓ પર પાણી- ભુવા પડવાની વ્યાપક ફરિયાદો સામે આવી છે એક જ વરસાદમાં ભાજપના કહેવાતા વિકાસની પોલ ખોલી નાખી છે. કાંડ અને કૌભાંડમાં વ્યસ્થ ભાજપાના શાસકોના પાપે શહેર જળબંબાકારમાં ગરકાવ થયું.

અમદાવાદ શહેરમાં સને ૨૦૦૭-૧૪ સુધીમાં જે.એન.એન.યુ.આર.એમની સહાયમાંથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાર ઝોનમાં ફાળવવામાં આવેલા ૬૫૦ કરોડ થી વધુ રકમ ખર્ચ કરવા છતાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામેલ હતા જેનાથી વહીવટી અણઆવડત અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી હતી.

કામની વિગત (વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૪) કામનો અંદાજ

સ્ટ્રોમ વોટર ડ્રેઈન માટે (વર્ષ ૨૦૦૭-૦૮માં) ૩૦૨.૮૫ કરોડ ઈન્ટરલીંકીંગ ઓફ લેક માટે (વર્ષ ૨૦૦૭-૦૮માં) ૧૦૪.૦૦ કરોડ પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાખવાનું કામ ૬૪.૦૩ કરોડ મધ્ય અને દક્ષિણ ઝોનના વિવિધ વોર્ડમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાખવાનું કામ ૯૯.૬૩ કરોડ

પૂર્વ અને ઉત્તર ઝોનના વિવિધ વોર્ડમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાખવાનું કામ ૮૬.૩૧ કરોડ

નવા પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડમાં ડ્રેનેજ લાઈન નાખવાનું કામ ૧.૪૦ કરોડ કુલ ૬૫૮.૨૨ કરોડ વર્ષ ૨૦૦૭-૦૮માં સ્ટ્રોમ વોટર ડ્રેઈન માટે રૂ. ૩૦૨.૮૫ કરોડ અને ઈન્ટરલીંકીંગ ઓફ લેક માટે રૂ. ૧૦૪.૦૦ કરોડ સીટી ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત યુ.પી.એ. સરકાર દ્વારા આપવામાં આવેલા. હકીકતમાં જ્યાં તળાવમાં વરસાદી પાણી થી ભરાય તેને બદલે તે વિસ્તારમાં જ પાણી ઉભરાયા.

વર્ષ ૨૦૦૭-૮માં તત્કાલીન યુપીએ સરકાર દ્વારા ૪૦૦ કરોડની માતબર રકમ માત્ર ને માત્ર “સ્ટ્રોમ વોટર ડ્રેઇન” અને “ઇન્ટરલીંક ઓફ લેક”ની કામગીરી માટે ફાળવવામાં આવ્યા હતા. તેમ છતાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાંથી બનાવેલ તળાવ, નરોડાનું તળાવ, ઓઢવ, અસારવા, કાંકરિયા, વટવા, વસ્ત્રાપુર, થલતેજ, પ્રહલાદનગર, સહિતના તળાવોને ઇન્ટરલીંક કરવામાં ઠાગાઠયાને પરિણામે અમદાવાદમાં વરસાદ પડ્યાના ૨૪ કલાક બાદ પણ પાણીનો નિકાલ થયો નથી. તળાવની આજુબાજુના વિસ્તારની હાલાત બિસ્માર બની છે.

નીતનવા પ્રોજેક્ટ, નવી ટીપી, વગેરે જેવા કામોમાં અયોગ્ય પદ્ધતિ, ટેકનીકલ બાબતોની અવગણનાને પગલે આજે અમદાવાદમાં ટુ-વિહિકલ ખાડામાં પડવી, મોટરકાર ભૂવામાં પડી જવી સહિત મોટાભાગના રસ્તા પર પાણી ભરાયાની વ્યાપક ફરિયાદો સામે આવી છે. નવા વિસ્તારમાં થયેલા બાંધકામને કારણે ખુલ્લા પ્લોટ અને બાંધકામ સાથેની નવી બિલ્ડીંગ, મોલ, રહેણાક ફલેટ, સહિતના બાંધકામ મોટા પ્રમાણે થયા છે એટલે પાણી નીચાણ વાળા વિસ્તારમાં ફરીવળે છે. જેનુ કોઈ આયોજન ભાજપના સત્તાધીશોએ કર્યું નથી. “કન્ટુર ઓફ ધ લેન્ડ” “જમીનનો સ્લોપ” જેવી અગત્યની બાબતોને નવી ટીપી, નવી સ્કીમ, પ્રોજેક્ટ વગેરેમાં અવગણીને થયેલા બાંધકામને કારણે સિંધુભવન જેવા વિસ્તારમાં પણ કેડસમા પાણી ભરાયા છે. ત્યારે અમદાવાદમાં દર વર્ષે પડતી હાલાકીઓ માટે જવાબદાર કોણ? જનતા જાણવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com