સરખેજ મકરબા ખાતે હાઉસીંગ પ્રોજેક્ટ દ્વારા ૨૧૪૦ આવાસોનો કોન્ટ્રાક્ટની ટેન્ડર પ્રક્રિયા ઓનલાઇન હોવા છત્તા સીંગલ બીડર કંપનીને ભાવવધારા સાથે આપવાની દરખાસ્ત શંકા ઉપજાવે તેવી

Spread the love

 

વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ

આ દરખાસ્ત પરત લેવામા આવે અને નવેસર થી ટેન્ડર દ્વારા યોગ્ય ભાવે આ કામ આપવામા આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગણી

અમદાવાદ

એક અખબારી યાદીમા વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે તા ૧૪.૦૭.૨૦૨૨ની સ્ટેન્ડીંગ કમીટીમાં હાઉસીંગ પ્રોજેક્ટની સરખેજ મકરબા ખાતે EWS આવાસ યોજના અંર્તગત ૨૧૪૦ આવાસો તથા ઇન્ટર્નલ ઇન્ફ્રાસ્ટ્રકચરના બાંધકામ કરવાના કામની દરખાસ્ત આવેલી છે આ કામમા કાર્પેટ અરીયા આધારિત કુલ ૬૦૫૨૦ ચો.મી. ના કામ માટે રૂ.૨૧૫૦૦ પ્રતિ ચોરસ મીટ૨ ના ભાવ મુજબ ટેન્ડર ની અંદાજીત રકમ રૂ.૧૩૦,૧૧,૮૦,૦૦૦ રાખવામા આવી હતી

સૌથી આશ્ચર્ય ની વાત એ છે કે ટેન્ડર પ્રક્રિયા ઓનલાઇન હોવા છત્તા સીંગલ બીડર યોગી કન્સ્ટ્રકશન કંપની ને આ કામ આપવાની દરખાસ્ત આવેલી છે જે શંકા ઉપજાવે તેવી છે કારણ કે સીંગલ બીડ૨ તરીકે યોગી કન્સ્ટ્રકશન દ્વારા આ કામ મા ૨૫.૧૨% જેવો ધરખમ ભાવ વધારો માંગેલ છે જેની સામે નેગોશીયેટ કર્યા બાદ નજીવો ૦.૨૭ % નો ઘટાડો કરી ૨૪.૮૫% ના ભાવ વધારા સાથે આ કામ આપવાની દરખાસ્ત છે આ ભાવ વધારા પ્રમાણે પ્રતિ ચો.મી. રૂ.૨૧૫૦૦ ના બદલે પ્રતિ ચો.મી. રૂ. ૨૬૮૪૨.૭૫ પ્રમાણે રૂ. ૧૬૨,૪૫,૨૩૨૩૦ ત્યારબાદ તેમા બાહય ઇન્ફ્રાસ્ટ્રકચર, આકીટેકચરલ સ્ટ્રકચર કન્સલ્ટન્સી, રેરા રજીસ્ટ્રેશન તથા અન્ય એનઓસી ના ખર્ચ સાથે રૂ. ૧૮૪,૨૨,૦૯૩૫૦ થાય છે જેથી આ કામ મા ૧૮૪,૨૨,૯૩૫૦ – ૧૩૦,૧૧,૮૦,૦૦૦ = રૂ. ૫૪,૧૦,૨૯,૩૫૦ નો વધારો માંગવામા આવેલ છે જે તદન અયોગ્ય જણાઇ આવે છે. જયારે કામ રૂ.૧૩૦ કરોડ નુ હોય ત્યારે સીંગલ બીડર ને કામ આપવુ જ ના જોઇએ અને ત્યારબાદ આ જ કામ મા ૨૫ ટકા નો ભાવ વધારો માંગવામા આવે ત્યારે વાત સમજી શકાય તેવી છે કે આ કામ મા મોનોપોલી ઊભી કર્યા બાદ ભાવ વધારો માંગી ધનસંચય નો આશય દેખાઇ આવે છે એક ત૨ફ કોર્પોરેશન ની તિજોરી તળીયા જાટક છે અને બીજી તરફ રૂ. ૧૩૦ કરોડ ના કામ મા ૨૫ ટકા નો ધરખમ ભાવ વધારો કરી પ્રજા ના ટેક્ષ ના રૂપિયા આ રીતે લુંટાવા તે પ્રજા સાથે વિશ્વાસઘાત સમાન છે

કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામા આવે છે કે આ દરખાસ્ત પરત લેવામા આવે અને નવેસર થી ટેન્ડર દ્વારા યોગ્ય ભાવે આ કામ આપવામા આવે અન્યથા કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર અમદાવાદ શહેર મા ચાલતા હાઉસીંગ પ્રોજેક્ટ હેઠળ ના EWS આવાસો ની વીજીલન્સ તપાસ માંગવામા આવશે અને જરૂ૨ જણાશે તો જલદ આંદોલન પણ કરવામા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com