ભાજપાનો પ્રિમોન્સુન એકશન પ્લાન નિષ્ફળ જતાં આજે કોંગ્રેસના AMCમાં દેખાવો

Spread the love

 

 

કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિમંડળે મેયરને મળી આવેદનપત્ર આપ્યું હતું

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો પ્રિમોન્સુન એકશન પ્લાન નિષ્ફળ જતાં આજે કોંગ્રેસ દ્વારા AMCમાં દેખાવો કરવામાં આવ્યા હતા. આ અંગે AMC ના વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે હજુ તો ચોમાસાની સિઝનની શરૂઆત છે અને હજુ સિઝન બાકી છે આગામી દિવસોમાં વધુ વરસાદ આવે તેવી ભીતી પણ છે ત્યારે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કાર્યવાહી કરી તાકીદે પ્રી-મોન્સુન એકશન પ્લાનનો સંર્પૂણ અસરકારક અમલ કરાવી શહેરના નગરજનોને પડતી તમામ હાલાકી માંથી મુક્તિ અપાવવા કાર્યવાહી કરવા તેમજ આગામી ચોમાસાની સિઝનને તેમજ માનવતાના ધોરણને ધ્યાનમાં રાખી પ્રી-મોન્સુન એકશન પ્લાનની બાકી રહેલ કામગીરી તાકીદે યુધ્ધના ધોરણે પૂર્ણ કરવા તેમજ તે કામગીરીમાં થતાં વિલંબ બાબતે જે કોઇ પણ અધિકારી કર્મચારી જવાબદાર હોય તેની સામે કાયદેસર કડક કાર્યવાહી કરી તેઓની સામે પગલાં ભરવા તેમજ તા.૧૦-૦૭-૨૦૨૨ના રોજ મોડી સાંજે પડેલ વરસાદમાં મકાનો દુકાનોમાં પાણી ભરાવવાને કારણે ઘરવખરી,ફર્નિચર,વાહનો તથા માલસામાનને જે કંઇ પણ નુકશાન થયેલ હોય તે તમામ અસરગ્રસ્તોને તેમને થયેલ નુકશાનના પ્રમાણમાં યોગ્ય અને વ્યાજબી વળતર તાકીદે આપવા તેવી અમારી માંગણી છે. આ બાબતે જો નજરઅંદાજ કરવામાં આવશે તો અમારે નાછૂટકે ગાંધીચિંધ્યા માર્ગે જલદ આંદોલન કરવાની ફરજ પડશે અને તે બાબતની તમામ જવાબદારી સત્તાધારી પક્ષ તથા વહીવટી તંત્રની રહેશે .

ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, અમદાવાદ શહેરના પ્રભારી બિમલ શાહ ધારાસભ્ય ઇમરાનભાઇ ખેડાવાલા , મ્યુ.કોંગ્રેસ પક્ષના મ્યુ.કાઉન્સીલરો સહિત કોંગ્રેસ પક્ષના વિવિધ આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિમંડળ મેયરને મળી આવેદનપત્ર આપ્યું હતું.

અમદાવાદ શહેરમા ગત રવિવારના વરસાદમા શહેરના નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. બે દિવસ પહેલાં પડેલ વરસાદમાં ઠેર ઠેર અમદાવાદના નગરજનોના ઘર તથા કોર્મશિયલ એકમો પાણીમાં ગરકાવ થવાને કારણે આપત્તીનો ભોગ બન્યા હતા. નગરજનોના ખાસ કરીને ભોયરાંવાળા તથા નિચાણવાળા મકાનો/દુકાનોમાં પાણી ભરાવવાને કારણે ઘરવખરી, ફર્નિચર, વાહનો તથા માલસામાન પલળી જવાને કારણે કરોડો રૂા. નું નુકશાન થવા પામેલ છે તથા નિચાણવાળા નગરજનો અસરકારક રાહતની કામગીરી તાકીદે નહી થવાને કારણે નિઃસહાય હાલતમાં લાચાર જણાય છે. પ્રિમોન્સુન એકશન પ્લાન હેઠળ અમદાવાદ શહેરમાં કેચપીટો તથા ર્રોમ વોટર લાઇનોની સફાઇ પાછળ છેલ્લા બે માસમાં રૂા. ૬.૬૧ કરોડનો ખર્ચ કરેલ છે. તેમ છતાં શહેરના તમામ વિસ્તારોમાં ડ્રેનેજ બેક મારવાના તથા પાણી ભરાવવાના બનાવો બનવા પામેલ છે જેને કારણે સમસ્યાઓ યથાવત રહેતાં પ્રી-મોન્શન પ્લાન સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે તે સ્પષ્ટ થાય છે.

આ બાબતે અવારનવાર ઉગ્ર રજુઆત કરવા છતાં શાસક પક્ષના પેટનું પાણી પણ હાલતું નથી આટલી ગંભીર બાબત હોવા છતાં તંત્ર અને શાસનકર્તા દ્વારા આ પ્રજાલક્ષી ગંભીર સમસ્યાઓ અંગે તદ્દન નિષ્ક્રિયતા દાખવેલ છે . તેમજ વહીવટી અણઆવડતતાને કારણે પ્રજાના નાણાં વેડફાઇ જાય અને પ્રજા હેરાન-પરેશાન થાય તે સામે અમારો સખ્ત વિરોઘ છે. તો હવે પછી વહીવટીતંત્રની નિષ્કાળજી તેમજ સત્તાઘારી પક્ષની અણઆવડતને કારણે પ્રજાકીય કોઇ પ્રશ્નો ઉભા થશે તેની સંર્પૂણ જવાબદારી સત્તાધારી પક્ષની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com