આરોપીઓ યાસીન @ પપૈયો , સરફરાજ પીર અલી સૈયદ, સાનું પીર અલી સૈયદ
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકની સુચનાથી ક્રાઈમ બ્રાન્ચના પો.ઇન્સ. એચ.એમ.વ્યાસના માર્ગદર્શન હેઠળ ટીમના પો.સબ.ઇન્સ. જે.આર.બલાત તથા ટીમના માણસો ઉપરોકત કામગીરી સબંધે અમદાવાદમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ટીમના H.C.હિતેષભાઇ જગજીવનભાઇ તથા P.C.કૌશિકકુમાર કાંતિભાઇને બાતમી હકીકત આપેલ કે ” એક યામાહા ZR ટુ વ્હીલર જેના ઉપર ત્રણ ઇસમો સવાર થઇ રામોલ જનતાનગર તરફ થી આવી C.T.M.ચાર રસ્તા થઇ રખીયાલ તરફ જનાર છે. જેઓ ત્રણેય ઇસમો ડુપ્લીકેટ પોલીસ બની હોટલો નજીક વોચ કરી, હોટલોમાં રોકાણ કરતાં કપલોને ટારગેટ કરી તેઓ હોટલમાંથી નિકળે તેઓની વોચ કરી ઉભા કરી, પોલીસ તરીકેની ઓળખ આપી ડરાવી ધમકાવી જુદા જુદા ગુન્હામાં પુરી દેવાની ધમકીઓ આપી ભય હેઠળ મુકી તેઓ પાસેથી રોકડ રકમ લુંટી લેવાના ગુન્હા કરે છે.”
જે બાતમી આધારે અમદાવાદ C.T.M. ઓવરબ્રીજ પુર્વ છેડે જાહેર રોડ ઉપરથી આરોપીઓ, યાસીન @ પપૈયો , સરફરાજ પીર અલી સૈયદ, સાનું પીર અલી સૈયદને રોકડ રૂ.૧૩,૫૦૦/ તથા મોબાઇલ ફોન નંગ-૨ કુલ્લે કિં રૂ.૧૦,૦૦૦/ તથા યામાહા ZR ટુ વ્હીલર કિં રુ.૮૫,૦૦૦/ મળી કુલ્લે રૂ.૧,૦૮,૫૦૦/ સાથે ઝડપી તમામ મુદ્દામાલ CR.P.C ૧૦૨ મુજબ કબજે કરવામાં આવી હતી જે આરોપીઓની પુછપરછમાં જણાવેલ કે, તા.૧૨/૦૭/૨૦૨૨ ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે એક ભાઇ વિરાટનગર ખાતે આવેલ એક હોટલ થી ઉતરેલ અને તે ભાઇ મોટર સાયકલ ઉપર તેની સ્ત્રી મિત્રને બેસાડી નીકળેલ જેને ટાર્ગેટ કરી યાસીન @ પપૈયો સ/ઓ સબ્બીરભાઇ કુરેશી તથા સરફરાજ પીરઅલી સૈયદ નાઓએ યામાહા ZR ટુ વ્હીલરથી તેઓનો પીછો ૐ કરેલ. તેમજ સાનું પીરઅલી સૈયદ તેણે સ્પ્લેન્ડર મો.સા.થી પીછો કરેલ. તે ભાઈ તેની સ્ત્રી મિત્રને મેકો ચાર રસ્તા ખાતે ઉતારી આગળ જતાં મેમ્કો બ્રીજ બાદ રામેશ્વર ચાર રસ્તા થી ડાબી તરફ જતાં રોડ ઉપર તે ભાઇને રોકી ” કેમ બીજા ની સ્ત્રીઓ લઇ ને ફરે છે તને પુરી દેવો પડશે અમો પોલીસ છીએ ” તે મતલબે ડરાવી ધમકાવી ધાક ધમકી આપી તે ભાઇ પાસેથી રોકડા રૂ.૫,૦૦૦/ લુંટી હતી . તેમજ તે જગ્યાએ નજીકમાં આવેલ A.T.M. માં તે ભાઇને લઇ જઇ તેના કાર્ડ થી A.T.M. માંથી રૂ.૨૦,૦૦૦/ કઢાવી લીધેલ તેમજ રૂ.૧૫,૦૦૦/ આરોપીઓએ મો.નં. ૯૬૬૨૦ ૨૩૨૪૧ થી ટ્રાન્સફર કરાવી લીધેલાની હકીકત જણાવેલ છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ઇ.પી. કો. કલમ ૩૯૨,૧૧૪ મુજબનો ગુન્હો નોંધાયેલ છે. આરોપીઓ પાસેથી ગુન્હાનો ઉપરોકત મુદ્દામાલ કબજે કરી, આરોપીઓને વધુ તપાસ અર્થે મેઘાણીનગર પો.સ્ટે.સોપવા તજવીજ કરવામાં આવી છે.