રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કરનારા ગદ્દાર ધારાસભ્યોને શોધવા માટે ગુજરાત કોંગ્રેસ લાલ આંખ કરી છે અને તેમને શોધવા માટે એક કમિટીની રચના કરશે.ઘોડો ચાલ્યો ગયો પછી તબેલાના તાળા મારવા જેવો ગુજરાત કોંગ્રેસનો ઘાટ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાંNDAના ઉમદેવાર દ્રોપદી મુર્મૂએ જીત મેળવી લીધી છે અને તેઓ આદિવાસી સમાજના પહેલા મહિલા રાષ્ટ્રપતિ બની ગયા છે. હવે ક્રોસ વોટીંગ કરનારા ધારાસભ્યોને શોધીને પણ કોંગ્રેસ શું કરી શકવાની છે.રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA તરફથી દ્રોપદી મુર્મૂ ઉમેદવાર હતા,જયારે વિપક્ષે યશવંત સિંહાને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ ગુજરાતમાંથી ૯ ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું હોવાની વાત સામે આવી છે. હવે ગુજરાત કોંગ્રેસ ક્રોસ વોટીંગ કરનાર ધારાસભ્યોને શોધવા માટે કમિટી બનાવશે અને કેન્દ્રીય નેતાગીરીને રિપોર્ટ મોકલશે. જાે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ જ ક્રોસ વોટીંગ કર્યું છે એવું નથી, પરંતુ અન્ય રાજ્યો અને અન્ય પક્ષોના ધારાસભ્યોએ પણ ક્રોસ વોટીંગ કર્યું છે.ગુરુવારે, ૨૧ જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણીના જેવા પરિણામો જાહેર થયા ત્યારે જ ખબર પડી ગઇ હતી કે દ્રોપદી મુર્મૂ જ રાષ્ટ્રપતિ બનશે, કારણકે પહેલા રાઉન્ડમાં તેમને ૫૦૪ મત મળ્યા હતા અને યશવંત સિંહાને ૨૦૮. ત્રણેય રાઉન્ડ પુરા થયા પછી દ્રોપદી મુર્મૂને ૨૧૬૧ મત મળ્યા હતા અને યશવંત સિંહાને ૧૦૫૮ મત મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુર્મુને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે ભારતે આદિવાસી સમુદાયની પુત્રીને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટીને ઇતિહાસ લખ્યો છે. તેમણે કહ્યું કે દ્રૌપદી મુર્મુનું જીવન, એક ઉદાહરણ સેટ, તેમની સફળતા દરેક ભારતીયને પ્રેરણા આપશે, તે નાગરિકો માટે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યા છે.જે રાજ્યોના ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યુ તેમા બિહાર ૬,અરુણાચલ પ્રદેશ ૧. આસામ ૨૨,છત્તીસગઢ ૬,ગોવા ૪,ગુજરાત ૧૦,હરિયાણા ૧,હિમાચલ પ્રદેશ ૨,ઝારખંડ ૧૦,મધ્ય પ્રદેશ૧૮,મહારાષ્ટ્ર ૧૬, અને મેઘાલય ૭ ગુજરાતમાં ૧૦ ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું છે,જેમાં NCPના કાંધલ જાડેજાનું નામ સામે આવી ગયું છે, જયારે બાકીના કોંગ્રેસના ૯ ધારાસભ્યોને હવે શોધવામાં આવશે. દ્રોપદી મુર્મૂ આદિવાસી હોવાને કારણે કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું હોવાની ધારણાં છે. જેને હવે ગુજરાત કોંગ્રેસ શોધવા માટે હવે કમિટીની રચના કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આવા ગદ્દાર ધારાસભ્યોને ઓળખવા જરૂરી છે એવું કોંગ્રેસનું માનવું છે.