ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીતશાહ પોતે ગુજરાતના વિકાસ માટે હંમેશા મહત્વનો ફાળો આપ્યો છે. ત્યારે આજથી ત્રણ દસકા પહેલા કેન્દ્રમાંથી ગ્રાન્ટ ગુજરાત આવતી હતી, તે આવતી આવતી ૧૦૦ રૂપિયામાં થી ૨૦ રૂપિયા બની જતી હતી આ વાત જે વખતના વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ વચેટિયા કંપની જ હટાવી દેવાત આજે ગ્રાન્ટ હવે ૧૦૦% મળી રહી છે, ત્યારે બે હાથે નહીં પણ ક્યાં PM, તથા કેન્દ્રીય ગૃહમંત્રી આપી રહ્યા છે, પણ ખાટલે મોટી ખોટ હોય તેમ ઉચ્ચ અધિકારી બાબુઓ , દર વર્ષે નવી ગ્રાન્ટ લેવામાં ને લેવાની લાયમાં ગમે તે ચીજ વસ્તુઓ આડેધડ ખરીદયા બાદ ઘણીવાર લોકો સુધી વસ્તુઓ પોતે પણ નથી, ત્યારે આવા કિસ્સામાં ભલે કાટમાં ફેરવાઈ જાય, બાકી નાણાં સરકારની ગ્રાન્ટ ના અને પબ્લિકના ટેક્સના જ છે, ને ? ક્યારે આવી કેટલી લાખો નહીં પણ કરોડો નહીં, અબજાે રૂપિયાની ચીજ-વસ્તુઓ ધૂળ અને કાટ ખાઇ રહી છે, ત્યારે આવી ચીજવસ્તુઓને વેસ્ટ માંથી બેસ્ટ કરવા અને કચરા માં થી કંચન કરવા GJ-18 મનપાના ડેપ્યુટી મેયરે પહેલ કરીને પોતે જ્યાં સાયકલો પડી હતી, ત્યાંની મુલાકાત કરીને તેમણે ટેસ્ટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા અભિયાનની પત્ર પાઠવીને જે સાયકલો કાટ ખાઇ રહી છે, તે મનપાને જાે આપી દેવામાં આવે તો આ સાયકલો ને રીપેરીંગ થી લઈને જે સામગ્રી નવી નાખવા ની થાય તે માટે પોતે પોતાની ગ્રાન્ટમાંથી આ નાણાં ફાળવવા પહેલ કરી છે,
પ્રાપ્ત વિગતો અનુસાર સેક્ટર- ૧૨ ખાતે આવેલ મ્ઝ્રઇ ભવન ખાતે વિદ્યાર્થીઓની આપવાની સાઇકલ ચાર વર્ષથી કાટ ખાઇ રહી છે, ત્યારે અનેકવાર મીડિયામાં પણ આ પ્રશ્ન ચમક્યો હતો, તંત્ર તો ફક્ત પત્રો પાઠવીને હાથ અધ્ધર કરી દેતું હોય છે, પણ નિકાલનો કે કોઈ જરૂરિયાત મંદ ને કામ આવે તે પ્રમાણેની કોઈ પહેલ ન કરતાં આખરે આ મુદ્દો ડેપ્યુટી મેયર પ્રેમલસિંહના ધ્યાને આવતો પોતે મ્ઇઝ્ર ભવનની મુલાકાત લઈને ધાબા ઉપર રાખેલી સાઇકલો ચકાસી હતી, અને સાઇકલો માં જે ખર્ચ છે તે ચકાસ્યા બાદ પોતે એ એવા ર્નિણય ઉપર આવ્યા હતા કે વેસ્ટ માંથી બેસ્ટ સાઇકલ બની શકે તેમ છે, જેથી પોતે સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર ની પત્ર પાઠવીને સાઇકલો મેળવવા પત્ર પાઠવતા ચર્ચાનો વિષય બન્યો છે.