પેટ કરાવે વેઠ, વરસાદ હોય કે શિયાળો, ઉનાળો અમો શ્રમજીવીને રામ રાખે, ત્યારે વરસાદમાં GJ-18 ના મુખ્ય માર્ગો પર પેટિયું રળતી મહિલાને શાકભાજી બકાલુ વેચાઈ ગઈ છે એટલે ખુશ થતી જાય છે ત્યારે ભારે વરસાદથી પરેશાન છે પણ પોતે વરસાદમાં ભલે પલળતી હોય પણ દીકરાને છત્રી ઓઢાડીને વરસાદમાં જઈ રહી છે તે ‘મા’ એ ‘માં’ ‘બીજા બધા વગડાના વા’ ત્યારે બાળક વરસાદ આવવા છતાં છત્રીના કારણે પાણી ન પડતા શાંતિથી સૂઈ રહ્યું છે કારણ કે લારીની નીચે ઘોડિયું બાંધ્યું છે પણ ત્યાં બીજું બાળક સૂતું છે ત્યારે ભલે હું ભીંજાઈ જાવ પણ મારા બાળક બીમાર ન પડે એ ‘માં’ નો શબ્દ હતો ત્યારે આ મહિલાને સત્ સત્ વંદન…