ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે. ત્યારે હવે ત્રિપાખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. હવે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટીનું ત્રિપાંખિયો જંગ ખેલાશે, ત્યારે ઘણા નેતાઓ ધારાસભ્યો અન્ય પક્ષોમાં એટલે કે ભાજપમાં જાેડાઈ ગયા છે, ત્યારે જૂના જાેગીયો ભેગા થાય ત્યારે પક્ષની ચર્ચા કરે, કેમ ચાલે છે, પાર્ટીમાં ? અત્યારે ચૂંટણીઓ વિધાનસભા ની જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષો પોતાની સોગઠાબાજી ખેલવામા મસ્ત છે, ત્યારે GJ-18 ખાતે આપ કોંગ્રેસના જૂના જાેગીઓ જાેડે ભજીયા ખાતા નજરે પડી રહ્યા છે, ત્યારે બહાર પ્રજામાં કરવા ના કજિયા, જાેડે એક ખાવા ના ભજીયા, અને ચાય પે ચર્ચા કરીને મારો ચૂસ્કી, રાજકીય વાતોની કરો ભુસ્કી, ત્યારે ચાય પે ચર્ચા કરીને થોડા સા ખર્ચા કરીને વિધાનસભા ના પરચા કોણ કોણ ભરવાના છે ? કોણ લડવાનું છે,આને પેલાને, ફલાણાની ટિકિટ કપાઈ જશે, આને ટિકિટ નહીં મળે તેવી ચર્ચાઓ જાેરશોરથી ચાલતી હોય છે, રાજકીય દંગલમાં ભલે રાજકીય પક્ષો જાહેરમાં ગાળો ભાંડતા હોય, પણ પ્રજામાં બહાર કરવા ના કજિયા અને જાેડે ખાવા ના ભજીયા જેવો ઘાટ છે. ત્યારે તસવીરમાં જુના કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ મુકેશ પટેલે જેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને હાલ આપ પાર્ટીમાં GJ-18 જિલ્લા પ્રમુખ છે, ત્યારે સાથે બેઠેલા કે.આર.પટેલ પણ જૂના જાેગી કોંગ્રેસના છે. રાજકીય પક્ષોમાં હાલ શું ચાલી રહ્યું છે તેની ગહનચર્ચા ચાલી રહી છે ત્યારે પક્ષમાં એકબીજાની ચર્ચા ની આપલે ચાય પે ચર્ચા કરીને થોડા સા ખર્ચામાં ચૂસકી કરીને ચર્ચા થતી હોય છે.