વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ
ડીશીલ્ટીંગ માટે ૨૩ કરોડ રૂ. નો ખર્ચ , તો આખુ શહેર જળબંબાકાર કેમ થઇ જાય છે ?
અમદાવાદ
આજે એક અખબારી યાદીમાં વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યુ કે એક તરફ અમદાવદ મ્યુનિ કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા રોડ બનાવવા, ડ્રેનેજ લાઇન તથા સ્ટ્રોમ વોટર લાઇન પાછળ કરોડોનો ખર્ચ અને કોન્ટ્રાક્ટ આપવામા આવે છે પરંતુ અમદાવાદ શહેર મા વરસાદી પાણી ભરાવાની તથા રોડ તુટવાની સમસ્યા નુ કોઇ નિરાકરણ આવતુ નથી. આખા અમદાવાદ મા કોઇ ઝોન કે કોઇ વોર્ડ એવો નહી હોય કે ત્યાં ભુવો ના પડયો હોય. આખા અમદાવાદ મા દરેક વોર્ડ મા વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી શહેરીજનો ત્રાહીમામ છે. અમદાવાદ શહે૨નુ નામ ભૂવાનગરી છે કે જલનગરી ?
તમામ મોર્ચે નિષ્ફળ ગયેલ મ્યુનિ તંત્ર પાસે આયોજન નો અભાવ હોવાને કારણે પૂર્વ હોય કે પશ્ચિમ આખા અમદાવાદ ની પ્રજા ત્રાસી ગયી છે. એક જ વરસાદ મા આખુ અમદાવાદ શહેર જળબંબાકાર થઇ જાય છે અને ત્રણ વર્ષ અને પાંચ વર્ષ ની ગેરંટી સાથે બનાવામા આવેલા રોડ તૂટી જાય છે આ બધી સમસ્યા નુ ફક્ત એક જ કારણ છે ભષ્ટ્રાચાર ! કારણ કે છેલ્લા પંદર વર્ષ મા રોડ રસ્તા પાછળ ૫૪૨ કરોડ, ડ્રેનેજ પાછળ ૮૫૪ કરોડ, ઝોનના કામોમા ૧૯૪૦ કરોડ જન માર્ગ મા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટે ૩૫૪ કરોડ,તેનેજ પ્રોજેક્ટ માટે ૩૪૪ કરોડ નો ખર્ચ કરવામા આવ્યો તથા એપ્રીલ ૨૦૨૧ થી જૂન ૨૦૨૨ સુધી મ્યુનિ વહીવટી તંત્ર દ્વારા ફક્ત ડીશીલ્ટીંગ માટે જ ૨૩ કરોડ રૂ. નો ખર્ચ કરવામા આવ્યો. જો ડીશીલ્ટીંગ કરવામા આવ્યુ હોય તો આખુ શહેર જળબંબાકાર કેમ થઇ જાય છે ?
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા કરોડો રૂ.ના રોડ બનાવવાના કોન્ટ્રાક્ટ આપવામા આવે છે તે રોડ ની ૩ વર્ષ જેટલી ગેરંટી લેવામા આવે છે પરંતુ એક જ વરસાદ મા અમદાવાદ શહેર ના તમામ રોડ રસ્તા ડીસ્કો રોડ બની જાય છે. આશ્ચર્ય ની વાત છે કે આ બાબત મા કોઇ કસુ૨વા૨ ને સજા કરવામા આવતી નથી. દર ચોમાસા વખતે પ્રિમોન્સુન પ્લાન નુ નાટક કરવામા આવે છે પરંતુ કોઇ યોગ્ય નિરાકરણ આવતુ નથી. વરસાદી પાણી ભરાવાથી પ્રજા ને કરોડો રૂ નુ નુકશાન થાય છે અને સાથે સાથે મચ્છર જન્ય અને પાણી જન્ય રોગ ચાળો ફાટી નીકળે છે જેના કારણે પ્રજા ને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડે છે શહે૨ મા મચ્છર જન્ય રોગચાળો ફાટી નીકળવા ને કારણે વર્ષ ૨૦૧૭.૧૮ મા ૨.૭૨ કરોડ, ૨૦૧૮.૧૯ મા ૩ કરોડ, ૨૦૧૯.૨૦ મા ૩ કરોડ, ૨૦૨૦,૨૧ મા ૪.૧૫ કરોડ, ૨૦૨૧.૨૨ મા ૪.૮૬ કરોડ નો ખર્ચ સાથે કુલ ૧૭.૭૭ કરોડ નો ખર્ચ કરવામા આવ્યો પરંતુ આ સમસ્યાનુ નિરાકરણ આવતુ નથી.આ બધા નુ કારણ આયોજનનો અભાવ છે આ મુદ્દે આજ રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા સામન્ય સભામા પ્રજાની અવાજ ઉઠાવામા આવી અને આ તમામ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા નૈતિક્તાના મુદ્દે મેયર રાજીનામુ આપોના બેનર બતાવી રાજીનામાની માંગ કરવામા આવી અને આ પ્રશ્નો નુ નિરાકરણ નહી આવે તો જલદ આંદોલન કરવાની ચેતવણી પણ ઉચ્ચારવામા આવી હતી.