ગુજરાતના સાંસદો સંસદમાં ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવતા નથી: ડૉ. સંદીપ પાઠક
બરવાળાના ચોકડી ગામથી 40 ગામોમાં દારૂ સપ્લાય કરવાનું નેટવર્ક પણ કોઈ એક્શન નહિ : સરકારે લઠ્ઠાકાંડને કેમિકલકાંડ નું સ્વરૂપ આપ્યું: ગોપાલ ઈટાલિયા
બોટાદ
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા બોટાદ જિલ્લાના રોજીદ ગામ ખાતે લઠ્ઠાકાંડના મૃતકના પરિજનોને મળવા માટે પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમના પરિજનોને આ દુઃખદ સમયમાં સાંત્વના આપી. આ દુઃખદ પ્રસંગે ‘આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે અમને જાણવા મળ્યું હતું તે રોજીદ ગામ માં સૌથી વધુ લોકોના મોત થયા છે.હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મૃતકોની આત્મા ને શાંતિ મળે અને જે લોકો હજુ પણ હોસ્પિટલમાં છે તેમને ભગવાન નવું જીવન આપે.આ દુઃખની ઘડીમાં આજે આખી આમ આદમી પાર્ટી મૃતક પરિવારો સાથે ઉભી છે. બધાએ આ મુદ્દે ખુલીને વાત કરી કે આ વિસ્તારના PSI વાળા સાહેબ ગામમાંથી અને આસપાસના વિસ્તારોમાંથી દારૂ બંધ કરવા માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ આ વિસ્તારમાં કોઈ એક પોલીસ અધિકારીને ગામમાં ટકવા દેવામાં આવતા નથી. ભાજપના નેતાઓ બરવાળા પોલીસ સ્ટેશનમાં વારંવાર પોલીસ અધિકારીઓની બદલી કરાવી નાખતા હોય છે. કારણકે આ વિસ્તારમાં વેચાતા દારૂ ના હપ્તા ભાજપના નેતાઓ લે છે ! અમારું માનવું છે કે મૃતકોને સરકાર તરફથી વહેલામાં વહેલી તકે આર્થિક સહાય ચૂકવવામાં આવે. જેથી તેમના બાળકો અને ઘર ના લોકો ને આર્થિક ટેકો મળી રહે.
ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સી.આર.પાટીલે હજુ સુધી માનવતાની દ્રષ્ટિએ પણ મૃતકો પ્રત્યે સહાનુભૂતિ નથી દર્શાવી.આ ગામમાં આવ્યા બાદ જે સૌથી મહત્વપૂર્ણ બાબત જાણવા મળી એ છે કે,અહીં એક ચોકડી નામનું ગામ છે જે આસપાસના 40 ગામોમાં દારૂ સપ્લાય કરે છે ચોકડી ગામ દારૂનો કેન્દ્ર છે એ વાત બધાને ખબર હોવા છતાં પણ અત્યાર સુધી તંત્રે કોઈ પગલાં કેમ નથી લીધા? સરકારે લઠ્ઠાકાંડને કેમિકલકાંડ નું સ્વરૂપ આપ્યું છે.આ લઠ્ઠાકાંડને કારણે ૫૭ લોકોના મોત થયા છે અને હજુ પણ કેટલાય લોકો અલગ અલગ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ની આગેવાની માં લઠ્ઠાકાંડ ના પીડિત પરિવાર ને ન્યાય અપાવવા માટે બીજેપી કાર્યાલય બોટાદ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. અને બુટલેગરો ને કંટ્રોલ ના કરી શકનાર ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામુ પણ માંગ્યું.સરકારે વહેલી તકે ગુજરાતમાંથી દારૂના માફિયાનો ખાત્મો કરવો પડશે .
ડૉ.સંદીપ પાઠક
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રદેશ પ્રભારી ડૉ.સંદીપ પાઠકે સંસદ ભવન સામેથી એક વીડિયો જાહેર કરીને જણાવ્યું કે દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે, ગુજરાતે 30 સાંસદોને સંસદ ભવનમાં મોકલ્યા છે પરંતુ આ મુદ્દો ઉઠાવવાનું તો દૂર પણ તેમની પાસે શોક વ્યક્ત કરવાનો પણ સમય નથી. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં દારૂ પર કાયદેસર રીતે પ્રતિબંધ છે, પરંતુ તમે ગુજરાતના કોઈપણ ગામ કે શહેરમાં જાવ તો તમને દરેક જગ્યાએ દારૂ મળી જશે ! હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રશ્ન પૂછવા માંગુ છું કે, જો ગુજરાતમાં દારૂ પર કાયદાકીય રીતે પ્રતિબંધ છે તો ગુજરાતના દરેક ગામ અને શહેરમાં દારૂનું વેચાણ કેવી રીતે થાય છે?