નવરંગપુરામાં રોકડા ચીલઝડપ કેસમાં બે આરોપીને આશરે ૩૨ લાખના મુદામાલ સાથે પકડી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

 

પોલીસે રોકડા રૂ.૩૧,૩૭,૫૦૦ તથા કિ.રૂ.૫૦,૦૦૦ની એક્ષેસ ટુ વ્હીલર પકડી

અમદાવાદ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવિર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એન.આર.બ્રહ્મભટ્ટની રાહબરી હેઠળ સ્કોડના પો.સ.ઈ. જે.ડી. બારોટ અમદાવાદમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન અ.હે.કો. હર્ષદભાઇ તથા અ.હે.કો.હરેશભાઇને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે,“અગાઉ ચીલઝડપ તથા કાચ તોડીના ગુન્હામાં પકડાયેલ મનોજ @ મનોજસિંઘી ગાગડેકર તથા વિશાલે ભેગા મળી કોઈ જગ્યાએથી ચોરી અગર તો લુંટ કરેલ પૈસા સગેવગે કરવા કાળા કલરની નંબર વગરની એક્ષેસ ટુ વ્હીલર ગાડી લઈ કુબેરનગર “જી” વોર્ડ તરફથી આવી નરોડા ગેલેક્ષી સિનેમા તરફ જવાના છે.જેઓ ચોરી અથવા લુંટમાં મળેલ પૈસા સગેવગે કરવાની ફિરાકમાં છે.”જે બાતમી હકીકત આધારે વિશાલ તેમજ મનિષ ને પકડી પાડયા હતા. તેમની પાસેથી રોકડા રૂ.૩૧,૩૭,૫૦૦/- તથા એક્ષેસ કિ.રૂ.૫૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૩૧,૮૭,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તા.૨૮/૦૭/૨૨ ના રોજ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી તથા ૧૦૨ મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ લોકો પાસેથી મળી આવેલ રોકડા રૂપિયા બાબતે પુછપરછ કરતાં હકીકત જાણવા મળેલ કે “બન્ને અરોપીઓ તથા વોન્ટેડ આરોપી પપ્પુ શ્યામભાઈ ગારંગે આજથી આશરે દશેક દિવસ પહેલાં અમદાવાદ શહેર વિસ્તારમાં રોકડા રૂપિયાની ચીલઝડપ કરવા નિકળેલા અને ફરતા ફરતા નવરંગપુરા વિસ્તારમાં સાંજના પાંચેક વાગ્યા ની આસપાસ એક આંગડીયા પેઢીની દુકાન આગળ ત્રણેય જણા ઉભા હતા. કોઈ આંગડીયા પેઢીમાંથી પૈસા લઈ નિકળે તેનો પીછો કરી પૈસાની ચીલઝડપ કરવાનુ નક્કી કર્યું હતું ત્યાં ઉભા હતાં તે દરમ્યાન આંગડીયા પેઢીમાંથી બે જણા રૂપિયાનો થેલો લઈને નિકળેલ, જેથી તેનો પીછો કરતા કરતા સી.જી.રોડ બોડીલાઈન ચાર રસ્તા પાસે પહોંચતા બન્ને ચાલકો સિગ્નલ પાસે ઉભા રહ્યા હતા બન્ને આરોપીઓએ તેમની પાસે રહેલ થેલો ઝુંટવી લઈ ત્યાંથી જતા રહેલ હોવાની કબુલાત કરી હતી. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ધી ઈ.પી.કો. કલમ ૩૭૯(એ)(૩),૧૧૪ મુજબ ગુન્હો દાખલ થયેલ છે.

આરોપીઓનો ગુન્હાહીત ઈતિહાસ:

(૧) વિશાલ સ/ઓ વિક્રમભાઈ તમૈચે અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશનમાં દારૂ તથા નજર ચુકવી . ચોરીના ગુન્હામાં પકડાયેલ છે, તે સિવાય દરિયાપુર પોલીસ સ્ટેશનમાં તેમજ વડોદરા તથા સુરત શહેરમાં પણ નજર ચુકવી ચોરીઓના ગુન્હામાં પકડાયેલ છે. બે વાર પાસા પણ ભોગવેલ છે.

(૨) મનિષ @ મનોજ સિંધી કનૈયાલાલ સેવાણી નાઓ અગાઉ અમદાવાદમાં કાગડાપીઠ, એલીસબ્રીજ, નવરંગપુરા, સરદારનગર, એરપોર્ટ, ચોરીઓ તથા દારૂના ગુન્હામાં પકડાયેલ છે,અને રાજકોટ, વડોદરા શહેરમાં પણ બેગલીફ્ટીંગના ગુન્હાઓમાં પકડાયેલ છે. ચાર થી પાંચ વખત પાસા પણ ભોગવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com