GJ-18 ખાતે વરસાદમાં અનેક રોડ, રસ્તા પર કપચી ઉખડી ગઇ છે, ત્યારે રિલાયન્સ ચોકડી , ઘ – માર્ગ ઉપર તો જાણે ધૂળિયો રસ્તો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, ધુળીયા રસ્તાના કારણે લોકોને આંખોમાં ધૂળ તથા રજકણો જતા બીમારીમાં લોકો હવે પટકાઇ રહ્યા છે. નાની કપચી ના કારણે વાહન માલિકોને ટાયરમાં પંચર ના બનાવો બનવા પામેલ છે ત્યારે રોડ ,રસ્તા સાફ- સફાઈનું અભિયાન ક્યારે હાથ ધરાશે? તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. સેક્ટરોના રોડ- રસ્તા પર પણ આવી જ હાલત છે, ત્યારે નગરજનો વરસાદમાં પાણી ભરાવવાના બનાવો બાદ કપચી રોડ ,રસ્તા પર ઉખડી જતા ધુળીયા રોડ ,રસ્તા થી પ્રજાજનો અને વાહનચાલકો ત્રસ્ત થઈ ગયા છે.
વરસાદ બાદ રોડ ,રસ્તા ધુળીયા બન્યા, કપચીનું સામ્રાજ્ય, રોજ-બરોજ પંચરના બનાવો…
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments