શહેરમાં મોબાઈલ ફોન, ચેઇન સ્નેચિંગ અને ક્રોમા મોલમાં ઇયર બર્ડ્સ ચોરી કરનાર ચોરોને પકડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

આરોપી હિરેન અશોકકુમાર નંદનવાર

અમદાવાદ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકની સુચના હેઠળ શહેરમાં મોબાઈલ ફોન, ચેઇન સ્નેચિંગ અને ક્રોમા મોલમાં ઇયર બર્ડ્સ ચોરી કરનાર ચોરોને ત્રણ અલગ અલગ ઘટનાઓમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા હતા .ક્રાઇમ ટીમના H.C.હિતેશકુમાર જગજીવનભાઇ તથા P.C.કૌશિકકુમાર કાંતિભાઇને વિશ્વાસપાત્ર અને ચોકક્સ સંયુકત બાતમી હકિકત મળેલ કે, ” નવરંગપુરા તથા કાગડાપીઠ પો.સ્ટે.વિસ્તારમાં આવેલ ક્રોમાં મોલમાં સ્ટાફની નજર ચુકવી કિંમતી ઇયર બર્ડસની ચોરી થયેલ છે. જે મોલમાં થયેલ ચોરી સબંધે સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરતાં ચોરી કરનાર ઇસમ હિરેન અશોકકુમાર નંદનવાર જે વસ્ત્રાલ ખાતે રહેતો હોવાનુ જણાઇ આવેલ છે. ઇસમ મણીનગર ભુલાભાઇ ચાર રસ્તા પાસે આવેલ બહુચરમાતાના મંદિર પાસે જાહેરમાં ઉભો છે.”

જે બાતમી આધારે અમદાવાદ મણીનગર ભુલાભાઇ ચાર રસ્તા પાસે આવેલ બહુચરમાતાના મંદિર પાસે જાહેરમાંથી આરોપી હિરેન અશોકકુમાર નંદનવારને સોની કંપનીના ઇયર બર્ડસ નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/ સાથે ઝડપી મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ ગુનો દાખલ કરી ઝડપ્યો હતો .

આરોપીની પુછપરછ કરતા ઉપરોક્ત હકીકત જણાવી હતી.જે બાબતે રેકર્ડ ઉપર ખાત્રી તપાસ કરતાં નીચે મુજબ નવરંગપુરા પો.સ્ટે.માં ઇ.પી.કો.કલમ ૩૮૦ મુજબ , કાગડાપીઠ પો.સ્ટે.માં ઇ.પી.કો.કલમ ૩૮૦ ગુના ડીટેક્ટ થયાં હતાં.આરોપીને વધુ તપાસ અર્થે નવરંગપુરા પો સ્ટે સોંપવામાં આવ્યો હતો.

આરોપી મોહંમદ મોસીનખાન ઉર્ફે રાજા

બીજી ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ ફોન ચોરી કરનાર આરોપીને ઝડપી પાડી કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મોબાઈલ ફોન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.દેસાઇના માર્ગદર્શન હેઠળ ટીમના પો.સ.ઇ આઇ.એસ.રબારી અને ટીમના માણસો સાથે બનાવવાળી જગ્યાની વિજીટ કરી બાતમી આધારે તા.૨૫/૦૭/૨૦૨૨ ના રોજ જમાલપુર, મુંડા દરવાજા પાસેથી આરોપી મોહંમદ મોસીનખાન ઉર્ફે રાજાને ઝડપી લઇ સદર આરોપી પાસેથી મળી આવેલ સેમસંગ કંપનીનો મો.ફોન કિં.રૂ.૭,૦૦૦/-નો કબ્જે કરવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપીની પુછપરછ કરતાં ચારેક દિવસ પહેલાં જમાલપુર ચાર રસ્તા પાસે, બુખારી બાવાની દરગાહ પાસેથી પસાર થતાં એકટીવા ચાલક પાસે જઇને ગાડી ચલાવ તેમ કહી ઝઘડો કરી, એકટીવા ચાલકના ખિસ્સામાંથી મો.ફોન ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.જે બાબતે ખાત્રી તપાસ કરી કરાવતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ૩૭૯ (એ)(૩)મુજબ ગુન્હો નોંધાયેલ હોવાનુ જણાઇ આવ્યું હતું.

આરોપી મોઇનખાન ઉર્ફે મોનું

ત્રીજી ઘટનામાં ચેઇન સ્નેચિંગ કરતા ઇસમને હોન્ડા એક્ટીવા સ્કુટર સાથે પોલીસે પકડી પાડયો હતો સ્ક્વોર્ડના હેડ.કોન્સ.પ્રવિણસિંહ અમરસિંહ તથા હેડ.કોન્સ. ચંદ્ર સિંહને મળેલ બાતમી હકીકત આધારે ઓઢવ ભિક્ષુકગૃહ દરવાજા પાસે પાસે જાહેર રોડ ઉપરથી આરોપી મોઇનખાન ઉર્ફે મોનુંને હોન્ડા એકટીવા સાથે પકડી લીધેલ તેમજ તેની અંગ ઝડતી તપાસ કરતા પેન્ટના ખીસામાંથી બે સોનાની અલગ અલગ તુટેલ ચેઇનો મળી કિંમત રૂ.૧,૨૦,૦૦૦/-તથા એકટીવા કિં.રૂ.૩૦,૦૦૦/ ની મત્તા મળી કુલ્લે રૂ.૧,૫૦,૦૦૦/ની મતા સાથે તા.૩૦/૦૭/૨૦૨૨ ના રોજ મળી આવતા સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ કાયદેસર કાર્યવાહી કરી હતી .ઉપરોક્ત આરોપીની પુછપરછ કરતાં પોતે પોતાના મોટાભાઇના ટુ વ્હીલરના ગેરેજમા કામ કરે છે. નશો કરવાની ટેવ હોય, જેથી ગઇ તા.૨૩/૦૮/૨૨ ના રોજ મોટાભાઇનું એકટીવા નંબર જીજે.૨ એ.એલ.૮૦૩૭ નું લઇ દસેક વાગે ઘરેથી નીકળી અર્બુદાનગર ઓઢવ એક બહેન ચાલતા ચાલતા જતાં હતાં. તેમના ગળામાથી સોનાની ચેઇન ખેચી લુંટ કરી લીધેલ હતી. ચેઇન પોતાના બહેનના ઘરની તિજોરીમા ચોરી છુપીથી સંતાડી દિધેલ હતી. બાદ સાંજના છ વાગ્યાના આશરે નિકોલ તરફ એકટીવા લઇ ગયેલ હતો. પામ હોટલ રોડ પર એક બહેન ચાલતા ચાલતા જતા હતાં. જેઓના ગળામા સોનાની ચેઇન પહેરેલ હોય, જે ચેઇનની ખેચી લુંટ કરી એકટીવા લઇ નાસી ગયેલો હતો. સોનાની ચેઇન પોતાના ઘરે તિજોરીમા ચોરી છુપીથી સંતાડી દિધેલ હતી. જે બંને ચેઇનો વેચાણ કરવા નીકળેલ હોય આજરોજ સોનીની ચાલી તરફ જતા ભિક્ષુકગૃહ દરવાજા પાસે એક્ટીવા તથા સોનાની બે ચેઇનો સાથે પકડાઇ ગયેલ. પોતે અગાઉ ગોમતીપુર પોલીસ સ્ટેશન,ઓઢવ પોલીસ સ્ટેશન, રામોલ પોલીસ સ્ટેશન, ખોખરા પોલીસ સ્ટેશન, માધુપુરા પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરી તેમજ ચેઇન સ્નેકિંગના કેસમા પકડાયેલ છે. તેમજ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હોવાનું જણાવ્યું હતું.

આરોપી પાસેથી કબ્જે કરેલ બે સોનાની ચેઇનો અંગે તપાસ કરતાં ઓઢવ પોલીસ સ્ટેશન તથા નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી સોનાની ચેઇનોની લુંટ કરેલ હોવાનું જણાઇ આવેલ હોય, આરોપી વિરુધ્ધ

ઓઢવ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ૩૭૯(એ)(૩) મુજબ. (૨) નિકોલ પોલીસ સ્ટેશન માં ઇ પી કો કલમ ૩૭૯ (એ) (૩) મુજબનો ગુન્હો નોંધાયેલ છે.જેથી ઉપરોક્ત મુદ્દામાલ તથા આરોપીને ઓઢવ પોલીસ સ્ટેશન તથા નિકોલ પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુન્હાના કામે સોંપ્યો હતો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com