રાયોટીંગ વીથ ખુન ની કોશિષના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સાગરને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

આરોપી સાગર

અમદાવાદ

રાયોટીંગ વીથ ખુન ની કોશિષના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સાગરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે  ચાણક્યપુરી શાયોના સિટી ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકની અમદાવાદમાં નાસતા ફરતા ઇસમો તથા હથિયારોના કેસો શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફના માણસોને આપેલ સુચના અનુંસધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.દેસાઇ તથા પો.સ.ઈ. આઇ.એસ.રબારી તથા ટીમના માણસો સાથે અમદાવાદમાં તપાસ તજવીજ હાથ ધરવામાં આવી હતી .પો.સ.ઇ. આઇ.એસ.રબારી વર્કઆઉટમાં હતાં તે દરમિયાન તા.૨૫/૦૭/૨૨ ના રોજ મળેલ બાતમી હકીકત આધારે આરોપી સાગરને ચાણક્યપુરી શાયોના સિટી ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો હતો.પકડાયેલ આરોપીની પુછપરછ કરતાં નવસારી જીલ્લામાં ખેરગામ, જામનપાડા ગામે ગણેશ સ્ટોન ક્વોરીના ભાગીદારના પત્નિ પારુલબેન મવાણીને વેપાર ધંધા બાબતે વિવાદ ચાલતો હતો. ગઇ તા.૧૪/૦૨/૨૦૨૨ ના રોજ સાંજના સમયે પોતે તથા પોતાના મિત્ર લક્ષમણભાઇ ચોસલા સહીત ૨૦ થી ૨૫ જેટલા માણસો ભેગા મળી ફોરવ્હીલ ગાડીઓમાં બેસી ખેરગામ, જામનપાડા ખાતે આવેલ ગણેશ સ્ટોન કવોરી ખાતે ગયેલ. ક્વોરીના માલિક મનોજભાઇ સોની ને લાકડીઓ, તથા બીજા હથિયારો થી મારમારી ઇજાઓ પહોંચાડી હતી જે બાબતે ખેરગામ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ છે. જે કેસમાં પોતે આજદિન સુધી નાસતો ફરતો રહેલ હતો. પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં પોતાના સબંધીના ઘરે રોકાવા આવ્યો હતો.

આરોપીના નાસતા ફરતા હોવા અંગેના ગુન્હાઓ:

નવસારી જીલ્લો, ખેરગામ પોલીસ સ્ટેશન પાર્ટે “એ” ગુ.ર.નં.૧૧૮૨૨૦૦૪૨૨૦૧૦/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૦૭,૧૨૦(બી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com