શિવ નો મહિમા અનેરો છે ત્યારે દર વર્ષે કાવડિયા દ્વારા મહુડી રોડ પર આવેલા સ્વપ્નસૃષ્ટિ પાર્કના અમરનાથના બરફના શિવલિંગના દર્શને કરવા અને જલાભિષેક કરવા મોટી સંખ્યામાં કાવડિયાઓ આવતા હોય છે ત્યારે કોરોનાની મહામારી તથા લોકડાઉનના કારણે બે વર્ષથી બંધ હતું પણ આ વર્ષે જે કાવડિયાઓની સંખ્યા ૨૫૦૦ ની ગણતરી હતી તેના કરતાં ૪,૦૦૦ થી પણ વધારે પહોંચી ગઈ છે. શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી GJ-1એવા નાગરવેલ હનુમાન મંદિરથી નીકળી અમરનાથ ધામ રવિવારના રોજ સાંજે નીકળી હતી ત્યારે મોટી સંખ્યામાં શિવ ભક્તો એવા કાવડિયા જલાભિષેક કરવા અમરનાથ ધામ પહોંચ્યા હતા. શિવકા દાસ કદી ના રહે ઉદાસ તેમ દર વર્ષે ભીડ વધતી જાય છે ત્યારે શિવજીના જલાભિષેક દરમિયાન GJ-1 ખાતે અમદાવાદના મહંત દિલીપદાસજી મહારાજ રાજેન્દ્ર ગીરીજી મહારાજ સંત શ્રી લક્ષ્મણ રાયજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અમરનાથ ધામના મેનેજિંગ ટ્રસ્ટી દીપકભાઈ પટેલ દ્વારા કાવડિયાઓ માટે દરેક જગ્યાએ સુવિધાઓ એટલે કે જમવાનું પીવાનું પાણી તથા વિશામો આ તમામ સુવિધા દર વર્ષે તેમના દ્વારા કરવામાં આવે છે.