આરોપી લતીફ ઉર્ફે ભાઈજાન ઓસ્માનભાઇ સમા, ઇરફાન હુસેનભાઇ શેખ, તથા નાસીરહુસેન અબ્દુલ ગફાર ખડ્ડી,
આરોપીઓને પિસ્તોલ નંગ ૩ કિ.રૂ. ૪૫,૦૦૦ તથા કારતુસ નંગ-૧૬ કિ.રૂ.૩,૨૦૦ તથા તેઓની પાસેના મો.ફોન-૦૩ મળી કુલ્લે કિ.રૂ.૫૯,૨૦૦ના મુદ્દામાલ સાથે પકડ્યા હતા.
અમદાવાદ
ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ અને નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીકની સુચના આધીન તા.૦૧/૦૮/૨૦૨૨ ના રોજ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઇની ટીમના પો.સ.ઈ. એસ.પી.ગોહિલ તથા સ્ટાફના માણસો સાથે અમદાવાદમાં પેટ્રોલીંગ દરમિયાન હે.કો.ભવાનીસિંહ હરૂભા તથા પો.કો નાગરાજ અમકુભાઈની બાતમી આધારે સરખેજ જિલ્લા સર્કલ ખાતેથી આરોપી લતીફ ઉર્ફે ભાઈજાન ઓસ્માનભાઇ સમા, ઇરફાન હુસેનભાઇ શેખ, તથા નાસીરહુસેન અબ્દુલ ગફાર ખડ્ડી, નાં કબ્જામાં વગર પાસ પરવાનાના હથિયાર પિસ્તોલ નંગ ૩ કિ.રૂ. ૪૫,૦૦૦ તથા કારતુસ નંગ-૧૬ કિ.રૂ.૩,૨૦૦ તથા તેઓની પાસેના મો.ફોન-૦૩ મળી કુલ્લે કિ.રૂ.૫૯,૨૦૦ના મુદ્દામાલ સાથે પકડ્યા હતા. જે કબ્જે કરી આરોપી વિરુદ્ધમાં હથિયાર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન આરોપી લતીફ ઉર્ફે ભાઇજાન ઓસ્માનભાઇ સમા નાનો મધ્યપ્રદેશના કુકશી શહેર ખાતે રહેતાં ગુરૂદલસિંગની પાસેથી કબ્જે કરેલ હથિયારો લાવી, આરોપીઓ ઇવાન હુસેનભાઇ શેખ તથા નાસીરહુસૈન અબ્દુલ ગફાર ખફીને વેચાણ આપવા અમદાવાદ ખાતે બોલાવ્યા હતા .જે હકીક્ત અધારે સદર આરોપીઓને તાત્કાલીક પકડી લઈ આ ગુન્હાના કામે અટક કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે આરોપીઓ પાસેથી પકડાયેલ ગેર કાયદેસર હથિયારોનો અમદાવાદ શહેર સહીત ગુજરાતમાં અગાઉ બનેલ ગંભીર પ્રકારના ગુન્હાઓમાં ઉપયોગ થયેલ છે કે કેમ? તેમજ આરોપીઓની આ પ્રકારના કોઈ ગુન્હાઓમાં કોઈ ભુમિકા છે કે કેમ? તેમજ આરોપીઓએ અગાઉ આ પ્રકારના બીજા કોઈ ગે.કા હથિયારો કોઈને આપેલ છે કે કેમ? વિગેરે બાબતેની વધુ પુછપરછ તથા તપાસ પો.ઈ. એન.એલ.દેસાઇ તથા પો.સ.ઈ એસ.પી.ગોહિલ ચલાવી રહ્યા છે.
આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ
આરોપી લતીફ ઉર્ફે ભાઇજાન નાનો અગાઉ કાલાવાડ પો.સ્ટે. ખુનની કોશીષના ગુનામાં તથા જામનગર પંચકોશી એ ડીવીઝન પો.સ્ટે. એન.ડી.પી.એસ.ના ગુનામાં પકડાઇ ચુકેલ છે.
આરોપી નાસીર ખફી નાનો અગાઉ જામનગર એલ.સી.બી. ખાતે હથીયારના એક ગુનામાં પકડાય ચૂકેલ છે.