રાજ્ય સરકાર દ્વારા 18% GST ગરબા આયોજકો પર નાખતા કાગારોળ મચી છે ,ત્યારે રાજકીય પાર્ટીઓએ તો વિરોધનો વંટોળ ઊભો કરીને શાસક પક્ષને ઘેરવાની તૈયારી કરી છે, ત્યારે હિન્દુ ધર્મ અને હિંદુત્વ માતાજી ના ગરબામાં ટેક્સ પણ આ ટેક્સ, મંદિર, શેરી ,ચોક, સોસાયટી સાર્વજનિક સંસ્થાઓ દ્વારા આયોજન ઉપર કોઈ ટેક્સ નથી ,જે ટેક્સ નાખવામાં આવ્યો છે, તે વેપલા ગરબાઓ ઉપર, જેમાં કરોડો રૂપિયા ૧૦ દિવસના ગરબામાં એટલે કે સિઝનેબલ બિઝનેસમાં કમાઈ ને જાય છે, ત્યારે ગરબાના ધંધામાં અનેક લોકો કરોડો રૂપિયા કમાયા હોવાની બાતમી અને માહિતી સરકાર પાસે મળી હતી, જેથી પાર્ટી પ્લોટો મોંઘાદાટ ખર્ચા કરીને મોંઘીદાટ ટીકીટોનો વેપલો કરીને વેપલા ગરબાના આયોજકો માટે આ ટેક્સ નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ગરબા રમવાનો અને ટિકિટ જ્યાં રાખી હોય અને મોંઘાદાટ ખર્ચા કર્યા હોય અને દસ દિવસમાં આયોજકો કરોડો રૂ લણી લેતા હોય તો તેમાં ટેક્સ નાંખ્યો તેમાં નુકસાન આયોજકોને થયું છે, પણ ગમે તેવી છટકબારી ગોતી નાખશે, ટેક્સમાં ૪૯૯ થી વધારે ટિકિટ હોય તો ૧૮% જી.એસ.ટી લાગે, એટલે હવે ૪૯૯ ની ટિકિટ નહીં રાખીને નવા નુસખા અપનાવશે ,ત્યારે પ્રજા અને ખેલૈયાઓમાં જી.એસ.ટી લાદવો એ ગુજરાતની સંસ્કૃતિનું અપમાન ની ચર્ચા લગાવી છે .
શ્રદ્ધાનો વિષય તથા પૈસા કમાવાનું સાધન નથી ત્યારે ટીકીટ ખરીદીને ગરબા આયોજકો ના વેપલા ગરબાઓ ઉપર જી.એસ.ટી છે બાકી ઘર પાસે રમતા અને શેરી ,પોળો, ચોક, સાર્વજનિક જગ્યામાં વિનામૂલ્યે રમાડનારા આયોજકો ટેન્શન મુક્ત છે.