ગુજરાતમાં બેકારીનો આંક દિવસેને દિવસે ઊંચો વધી રહ્યો છે, ત્યારે બેકારીમાં ટેલેન્ટેડ યુવાનોને ફિક્સ પગારમાં નોકરી અપાવવામાં તંત્ર કેમ વામણું પુરવાર થયું છે, તેનો આ દાખલો છે, ત્યારે રિટાયર્ડ બાદ તગડું પેન્શન આવતું હોવા છતાં અભી ભી મેં જવાન હું, તેમ નિગમમાં એક સાથે આખી ગેંગ ભેગા થઈને ઝ્રસ્ સુધી ફાઈલ એક્ષેટેન્શન ની ચલાવે છે, જેમને ફિક્સ પગારમાં રાખીને અનેક લાખો બેકારોની રોજગારી આના કારણે છીનવાઈ રહી છે, ત્યારે એક રિટાયર્ડ પ્રબુદ્ધ નાગરિકે એક નહીં પણ ૧૦૦ થી વધારે પત્રો મુખ્યમંત્રીથી લઈને કેબિનેટ મંત્રી, વિરોધ પક્ષના નેતા, અધિક મુખ્ય સચિવ થી લઈને પત્રોનો મારો ચલાવ્યો છે, ત્યારે મુખ્યમંત્રીએ હમણાં જ થોડા મહિના અગાઉ પરિપત્ર બહાર પાડેલ જેમાં રિટાયર્ડ બાદ કોઈ નિમણૂક કરવાની થાય તો મુખ્યમંત્રી કાર્યાલયની મંજૂરી જરૂરી તથા જે હાલ ચાલુ છે, તેમની સેવા સમાપ્ત કરવાનો પરિપત્ર બહાર પાડ્યા બાદ ઘણી જગ્યાએ છુટા તો કરવામાં આવ્યા, ત્યારે દર તહેવારોમાં નવી સિઝન આવે તેમ નવા ગ્રાઉન્ડ બનાવીને પાછા ઘૂસણખોરી કરવાનું ષડયંત્ર નિગમમાં સફળ થયું છે,
મુખ્યમંત્રી કાર્યાલયને એવી રીતે સમજાવવામાં આવે છે, કે જલ સે નલ, અને દરેક જિલ્લામાં ઝડપથી જે કામ ચાલી રહ્યું છે ,તેમાં ટેકનિકલ માણસોની તાતી જરૂર છે, અને ટેકનિકલ માણસો મળતા નથી, જેથી કામ રોકાઈ ગયું છે ,તેમ કહીને ફાઇલમાં મંજૂરી મેળવી લેતા હોય છે, ત્યારે ૬૪ અધિકારી, કર્મચારીઓને જે ટેકનિકલ કર્મચારી તરીકે દર્શાવીને ચલક-ચલાણું ચલાવ્યું છે, તેમાં કોઈ તથ્ય નથી, મોટાભાગના ફાઈલ બાજ એવા ફાંદે બાજ અને કવેરી માસ્ટરો છે, જેઓએ અગાઉ અઢળક નિગમ માંથી નાણા ભ્રષ્ટાચારમાં કમાયા છે, પણ નિગમ રિટાયર્ડ બાદ પણ છોડવું નથી, ત્યારે અનેક નવ યુવાનોની રોજગારી છીનવવા સૌથી મોટો ભાગ રીટાયર્ડ બાદ ડોસલા થયેલા કર્મચારીઓ ભજવી રહ્યા છે,
પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલસર વિભાગના માન. સચિવ શ્રી તથા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધ્યક્ષ માન. ધનંજય દ્વિવેદી સાહેબની મૌખિક સૂચના અન્ય વે બોર્ડ કચેરીના મેનેજમેન્ટ દ્વારા સા.વ. વિભાગના તા.૭/૭/૨૦૧૬ ના ઠરાવની જાેગવાઈઓને ઇરાદાપૂર્વક નજર અંદાજ કરી દશખાસ્ત યોગ્ય સાંકળ મારફતે માન. મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય ખાતે મંજૂરી અર્થ પહોંચાડવામાં આવેલ તેમજ સા.વ. વિભાગના તા.૧૧/૧૧/૨૧ ના ઠરાવના ફકરા -૨ મુજબ “કોઈપણ નિવૃત્ત અધિકારી /કર્મચારીને કોઈપણ જગ્યાએ અને કોઈપણ રીતે નિમણૂક અપાવવાની થાય તો સા.વ.વિ.તા.૭/૭/૨૦૧૬ ના ઠરાવમાં નિશ્ચિત થયેલ ચેનલ ઓફ સબમિશન મુજબ સરકારશ્રીની મંજૂરી લેવાની રહેશે. વિશેષમાં બોર્ડ કચેરીના મેનેજમેન્ટ દ્વારા દરખાસ્ત માં “રાજ્યમાં પાણી પુરવઠો એ આવશ્યક સેવા હોય તેમ જ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારના દરેક ઘરે નળ કનેકશન આપવાની યોજનાના લક્ષ્યાંકો નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અનુભવી સ્ટાફ ની નિયુક્તિ આવશ્યક છે” તેમજ સા.વ.વિ ના તા. ૭/૭/૧૬ ના ઠરાવ ની જાેગવાઈઓ છુપાવી માનનીય સચિવશ્રી ના ચહિતા ,લાડકવાયા એવા ૬૪ ટેક્નિકલ/ નોન ટેક્નિકલ નિવૃત્ત અધિકારી /કર્મચારી પુનઃ સેવાઓમાં ગોઠવવા બદ ઇરાદાથી દરખાસ્ત કરવામાં આવી હતી. જેને માનનીય મુખ્યમંત્રીશ્રીના સીરેથી મંજૂરી આપવામાં આવેલ છે.
માનનીય મુખ્યમંત્રીશ્રી સ્તરેથી નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત મંજૂરી આપવામાં આવેલ હોવા છતાં આ તમામને બોર્ડની વડી કચેરી તેમજ ગાંધીનગર સ્થિત કચેરીઓમાં વહીવટી કામગીરી લેવામાં આવી રહેલ છે. આ ૬૪ ટેકનિકલ / નોન ટેકનિકલ/ અધિકારી/ કર્મચારીઓને ભારત સરકારનાં નલ સે જલ કાર્યક્રમ દૂર-દૂર તક નાવા નીચોવા નથી. આ કાર્યક્રમ સાથે કોઈ લાગતું વળગતું નથી. નલ સે જલ કાર્યક્રમ ની કામગીરી ગુજરાતના ગામડે-ગામડે પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક છે. આ ૬૪ ટેકનિકલ
નોન ટેકનિકલ અધિકારી /કર્મચારીઓને નલ સેજલ કાર્યક્રમ અંત ર્ગત કામગીરીના આદેશ થયેલ નથી. આ તમામ બોર્ડની વડી કચેરી તેમજ ગાંધીનગર સ્થિત બોર્ડની અન્ય કચેરીઓમાં વહીવટી કામગીરી સોંપવામાં આવેલ છે.
આમ ઈરાદાપૂર્વક તેઓના ચહિતા તેમજ લાડકાવાયા અધિકારી/ કર્મચારીઓને પુનઃ નોકરીમાં રાખવાનું ષડયંત્ર છે. જેના કારણે ગુજરાતના યુવા શિક્ષિત બેરોજગારોનો વિકાસ રૂંધાય છે . તેઓની તકો ઝુંટવાઈ જાય છે.