કેજરીવાલ 6 ઓગસ્ટે જામનગરમાં વેપારીઓ સાથે સંવાદ કરશે અને 7મી ઓગસ્ટે છોટા ઉદેપુરમાં વિશાળ જનસભાને સંબોધશેઃ ઇસુદાન ગઢવી

Spread the love

 

બોડેલીમાં જનસભા દરમિયાન કેજરીવાલ ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપશે

અમદાવાદ

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ જામનગરમાં જન સંવાદ કાર્યક્રમમાં વેપારીઓ સાથે સંવાદ કરશે અને વેપારીઓની સમસ્યાઓ જાણશે. ખાસ કરીને MSME સેક્ટરના વેપારીઓ ની સમસ્યાઓ જાણશે.

કેજરીવાલ આવતીકાલે 6 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે જામનગર એરપોર્ટ પહોંચશે. ત્યાંથી જનસંવાદ માટે રવાના થશે.સાંજે 5 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ પહોંચશે.

બીજા દિવસે 7 મી ઓગસ્ટે, અરવિંદ કેજરીવાલ છોટાઉદેપુર ના બોડેલી વિસ્તારમાં એક વિશાળ જન સંમેલન કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાં ગુજરાતની જનતા માટે બીજી નવી ગેરંટી જાહેર કરશે. આ ગેરંટી ગુજરાતના નબળા વર્ગના ગરીબ લોકો માટે મોટી આશાનું કિરણ સાબિત થશે. આ જન સંમેલન કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com