વેપારીઓને સરકારના ભાગીદાર બનાવીશું:ગુજરાતના વ્યાપારીઓને 5 વાતો, 5 વાયદા અને 5 ગેરેન્ટી આપી : અરવિંદ કેજરીવાલ 

Spread the love

ગુજરાત સરકાર પર 3.5 લાખ કરોડનું દેવું છે, પરંતુ દિલ્હી સરકાર પર કોઈ દેવું નથી:VAT અને અન્ય બાકી રિફંડ 6 મહિનામાં ચુકતા કરવામાં આવશે અને GST ને સરળ બનાવવામાં આવશે: અરવિંદ કેજરીવાલ

અમદાવાદ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના 2 દિવસીય ગુજરાત પ્રવાસ માટે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાં આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ, આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત પાર્ટી ના ઘણા નેતાઓ અને કાર્યકરોએ અરવિંદ કેજરીવાલ નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

જામનગર એરપોર્ટ પર મીડિયાને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે. પરંતુ હવે ગુજરાતની જનતા પાસે આમ આદમી પાર્ટીના રૂપમાં એક વિકલ્પ છે.હવે પંજાબમાં પણ વીજળી ફ્રી થઈ ગઈ છે. જો લોકો આમ આદમી પાર્ટી ને મત આપે તો ગુજરાતમાં પણ લોકોને ઝીરો વીજ બિલ મળી શકે છે. અરવિંદ કેજરીવાલે જામનગર માં વેપારીઓ ને સંબોધતા કહ્યું કે, મને વાત મળી છે કે ઘણા વેપારીઓ ને આ સભામાં ના આવવા માટે ડરાવવા ધમકાવવા માં આવ્યા હતા, છતાં તે લોકો મને મળવા આવ્યા તે બદલ હું દરેકનો આભારી છું.પહેલા હું ઈનકમ ટેક્સ કમિશનર રૂપે કામ કરતો હતો .હું ગુજરાતના મુખ્યમંત્રી ને આમંત્રણ આપું છું કે તેઓ પણ દિલ્હી આવે અને લોકો સાથે સંવાદ કરે.જો આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે, તો વેપારીઓ અને સરકાર ભાગીદાર બનીને રહેશે, તમે માત્ર આદેશ આપો, અને સરકાર તમારા આદેશનો અમલ કરશે.અમે દિલ્હીમાં રેડ રાજ ખતમ કર્યું. ગુજરાત સરકાર પર 3.5 લાખ કરોડનું દેવું છે, પરંતુ દિલ્હી સરકાર પર કોઈ દેવું નથી. CAG ની રિપોર્ટ માં લખેલું છે કે, આખા દેશ માં ફક્ત દિલ્હી નું બજેટ છે જે ખોટ માં નહિ પણ નફામાં ચાલી રહ્યું છે. કોઈના પૈસા ફસાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, તેના માટે સારો કાયદો બનાવશું.

ગુજરાતના વ્યાપારીઓને 5 વાતો, 5 વાયદા અને 5 ગેરેન્ટી આપી

* ડર નો માહોલ સંપૂર્ણ રીતે ખતમ કરી દઈશું, નીડરતા અને શાંતિ સાથે વ્યાપાર કરવાનું વાતાવરણ બનાવશું.

* દરેક વ્યાપારી ને તે ઈજજત આપશું જેના એ હકદાર છે.

* રેડ રાજ બંધ કરશું, ભ્રષ્ટાચાર થી મુક્તિ આપીશું, જે ફક્ત આખા દેશ માં કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટી જ આપી શકે છે.

* VAT ના અને બીજા જેટલા પણ રિફંડ પેન્ડિંગ પડ્યા છે, તે બધા 6 મહિના માં ચુકતા કરી દઈશું અને GST ને સરળ બનાવશું.

* એક એવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે, જેમાં વ્યાપારીઓને પાર્ટનરશીપ આપવામાં આવશે, દરેક સેક્ટર થી એક પ્રતિનિધિ ઉભો કરવામાં આવશે જે વ્યાપારીઓની દરેક સમસ્યા અને સુજાવ સરકાર સામે રજૂ કરશે અને સરકાર તરફથી તે પ્રમાણે વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ઇસુદાન ગઢવી એ જામનગરમાં વેપારીઓને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં કોઈપણ વેપારીએ ડરવાની જરૂર નથી. મને જાણવા મળ્યું છે કે કેટલાક અધિકારીઓએ વેપારીઓને અરવિંદ કેજરીવાલના કાર્યક્રમમાં ન આવવાની ધમકી આપી છે. મારે પૂછવું છે કે ગુજરાતના વેપારીઓ ને ધમકી આપનાર વ્યક્તિ ગુજરાતી હોઈ શકે? હું ગુજરાતના તમામ એસપી અને જિલ્લા મેજિસ્ટ્રેટ ને કહેવા માંગુ છું કે તમે લોકો એ મુખ્યમંત્રી અને કોઈપણ મંત્રી ના કહેવા પ્રમાણે નહીં પરંતુ બંધારણ પ્રમાણે કામ કરવાનું છે. બંધારણ અને લોકોની સેવા કરવાની આ જ વાસ્તવિક રાજનીતિ છે અને અમે આ જ કરવા આવ્યા છીએ. હું ગુજરાતના વેપારીઓને એક વચન આપવા માંગુ છું કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તમારી પાસેથી ₹1 ની પણ લાંચ માંગવાની કોઈ હિંમત નહીં કરે.

આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા એ જામનગર ના વેપારીઓ સમક્ષ બોલતા જણાવ્યું કે, દરેક જનપ્રતિનિધિ એ લોકોની સમસ્યા સાંભળવા તેમની સમક્ષ આવવું જોઈએ, તે હમણાં જ શરૂ થયું છે. દેશમાં દરેક નેતા ભાષણ આપે છે, પરંતુ જનતાને માઈક આપીને જનતાને તેમની સમસ્યાઓ કહેવાની તક આપતા નથી. આ કામ માત્ર અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી જ કરે છે. ગુજરાતના રાજકારણમાં આપણે જોયું નથી કે ભાજપ કે કોંગ્રેસ ના કોઈ મુખ્યમંત્રીએ જનતાને તેમની સામે બોલવાની તક આપી હોય.

આ પછી ગોપાલ ઇટાલિયા એ લોકોને કોલ રેકોર્ડિંગ સંભળાવ્યું. જેમાં ગુજરાતના વેપારીઓને અધિકારીઓ દ્વારા ડરાવવા માં આવી રહ્યા છે કે તમે અરવિંદ કેજરીવાલની સભામાં જશો તો ત્યાં જીએસટીના દરોડા પડશે.

આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલની સાથે આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઈસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ઈન્દ્રનીલ રાજગુરુ, આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, જામનગર જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ દોંગા, જામનગર શહેર પ્રમુખ કરશનભાઈ કરમુર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com