પ્રથમ હોસ્પિટલ નામ પ્રથમ પણ નામ બડે ઔર દર્શન ખોટે તેમ ગરીબ દર્દીઓને પણ ન છોડ્યા ્બે મહિના બાળક ને પેટી માં રાખવાનું નાટક કર્યું, બાળકને વેચી દેવા સુધીની ડોક્ટર ની ધમકી હોવાનું અરજદારે જણાવ્યું
પરિવારના મોભીએ જણાવેલ કે બે મહિનાથી ખાધા-પીધા વગર અમે રોડ, રસ્તા પર રહીને સમય કાઢી રહ્યા હતા, ત્યારે સમાજના એક આગેવાને મને વકીલ વિષ્ણુ રાવલ ને મળવા જણાવેલું ,જે મળતા મને તમામ મદદ કરી પણ ડોક્ટરોએ માનવતા નેવે મૂકી પણ પી.આઈ.રાઠોડ ને સત સત વંદન જેમણે માનવતા પ્રસરાવીને ડોક્ટરને જણાવેલ કે બિલ હું આપી દઈશ, ત્યારે પોલીસ કર્મીઓમાં જે લાગણી, માનવતા ને વંદન કર્યા હતા
ડોક્ટર બન્યા ડાકુ, માનવતા મરી પરવારી, લૂંટમાર મચાવતી ટોળકી જેવો ઘાટ
કુડાસણની પ્રથમ હોસ્પિટલે ભારે કરી, તબીબે આયુષ્માન કાર્ડ માં મફત સારવાર થશે, બાદમાં દોઢ લાખનું બિલ ફટકાર્યુ
નામ પ્રથમ, લૂંટમાં પણ પ્રથમ, અનેક લોકોના ફોન છતાં નહીં ગાંઠતા ડોક્ટર
1.50 લાખનું બિલ હું ચૂકવી દઉં, બાળકને કેમ નથી આપતા ? શરમ કરો, માનવતા જેવું રાખો – PI V.G. રાઠોડ ( ઇન્ફો.પો.સ્ટે )
વી જી રાઠોડ પી.આઈ
ડોક્ટર ને કડક ભાષામાં કહી દીધું કે ગરીબ માણસને તો છોડો ,બે મહિનાથી બાળકને રાખ્યું છે, પહેલા કાર્ડ ની વાત હતી, પછી કાર્ડ ના ચાલે, તો ક્યાંથી ગરીબ પૈસા લાવે ? કેટલું બિલ છે? લે હું દોઢ લાખ આપી દઉં ,આ શબ્દ PI ના હતા, સત સત વંદન, PI ને જેમણે તરત જ બે મહિનાથી ભટકતા પરિવારને ન્યાય અપાવ્યો, પોલીસ સ્ટેશન પાસે પરિવારને ન્યાય મળતાં ની PI ની ઓફિસ બહાર પરિવાર બેઠો હતો ,ત્યારે PI એ જમાડીને, ભાડા થી લઈને અનેક મદદ કરનાર PI ની ચર્ચા શહેરમાં ભારે જાગી છે, દબંગ નહીં ,પણ સેવાભાવી એવા PI એ જે માનવતા ધર્મ બજાવવા પોતે ખર્ચ આપવાની તૈયારી બતાવતા ચર્ચાનો વિષય
પિડીતા બે મહિનાથી ભટકતા હતા, આખરે Gj- 18 ના એડવોકેટ વિષ્ણુભાઈ રાવલ પાસે આવતા વકીલે તમામ અરજીથી લઇને પોલીસ સ્ટેશન સુધી અરજદારને મદદ કરી ,ન્યાય અપાવવા, વિષ્ણુ રાવલે જે પ્રયત્ન કર્યો તેમાં સફળતા મળી પણ આનો શ્રેય મોટો પી.આઇ. વી.જી.રાઠોડને જાય છે, તેમ પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો – વિષ્ણુ રાવલ
ડોક્ટર એટલે ભગવાન પછીનું બીજું રૂપ એટલે ડોક્ટર, પણ અમુક ડોક્ટરો ડોલરીયા, અને પૈસા મારો પરમેશ્વર, મીઠું બોલીને દર્દીઓને ખાડામાં કેમ ઉતારીને લૂંટવા તે માટેના હર હંમેશાં પેચો લડાવતા હોય છે, ત્યારે એક અરજદારના બાળકનું બિલ 1.50 લાખનું આપી દેતા ગરીબ માણસ લાવે ક્યાંથી ? પ્રથમ હોસ્પિટલે દાખલ થવા માટે આયુષ્માન કાર્ડ ચાલશે તેવી વાત કરી હતી, અને પછી નાટકો શરૂ કરી દીધા, અડધી દાઢી થયેલી હોય તો પૂરી મુંડાવવી પડે તેવો ઘાટ સર્જાયો,GJ-18 ના કુડાસણ ખાતે આવેલી પ્રથમ હોસ્પિટલમાં તબીબી આલમને તાર તાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે પ્રથમ હોસ્પિટલના ડોક્ટર દ્વારા નવજાત બાળકને ફી ન ભરવાને કારણે છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલમાં ગોધી રખાયા હોવાનો ચોકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકાર ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોની સારવાર માટે લાખો નહીં પણ અબજાે રૂપિયા ખર્ચ કરી રહી છે બીજી તરફ ખાનગી હોસ્પિટલના આવા નફ્ફટ ડોક્ટરો પૈસા માટે એક નવજાત બાળકને ગોંધી રાખે તે કેટલી હદે યોગ્ય છે. આ અંગે નેશન ફર્સ્ટ ન્યુઝ સાથેની વાતચીતમાં પ્રથમ હોસ્પિટલના ડોક્ટર હિરેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ તમામ આક્ષેપો ખોટા છે તમે રૂબરૂમાં મળો તો તમને બધી વાત સમજાવી શકુ.
ગોઝારીયાની સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરવામાં આવ્યા હતા, મહેસાણાના મેઉ ગામે સંજયભાઈ રાવલ પોતાના પરિવાર સાથે રહે છે સંજયભાઈ ના પત્ની ભાવનાબેન ગર્ભવતી હોવાથી તેમને ગોઝારીયાની સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરવામાં આવ્યા હતા અધૂરા મહિને પ્રસુતિ થતા સરકારી હોસ્પિટલના તબીબોએ બાળકને કાચની પેટીમાં રાખવું પડશે તેમ કહ્યું હતું જેથી સંજયભાઈ પોતાના બાળકને લઈને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.જાેકે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં કાચની પેટીમાં બાળકને રાખવાની જગ્યા ન હોવાથી સંજયભાઈ પોતાના બાળકને લઈને કુડાસણ ખાતે આવેલી બાળકોની પ્રથમ હોસ્પિટલ ખાતે ગયા હતા.
તબીબે આયુષ્યમાન કાર્ડમાં મફતમાં સારવાર થઈ જશે તેવું કહ્યું હતું, સંજયભાઈ ના બાળકને કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો સંજયભાઈએ પોતે મોટી રકમ ખર્ચ નહીં કરી શકે તે પહેલાથી જ તબીબને જણાવી દીધું હતું જેથી તબીબે આયુષ્યમાન કાર્ડ માં મફતમાં દવા થઈ જશે તેવું કહ્યું હતું જેથી સંજયભાઈએ પોતાનું નવું આયુષ્યમાન કાર્ડ પણ કઢાવી લીધું હતું.સત્તાધીશોએ આયુષ્યમાન કાર્ડ નહીં ચાલે તેવું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, આયુષ્યમાન કાર્ડ કઢાવીને સંજયભાઈ એ હોસ્પિટલ નો સંપર્ક કરતા હોસ્પિટલ સત્તાધીશોએ આયુષ્યમાન કાર્ડ નહીં ચાલે તેવું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું અને ૪૦,૦૦૦ રૂપિયા રોકડા ભરવા પડશે તેમ જણાવ્યું હતું જેથી સંજયભાઈએ તબીબને કહ્યું હતું કે ૨૦,૦૦૦ રૂપિયા અમે પહેલા જ જમા કરાવેલા છે અને બાકીના ?૨૦,૦૦૦ અમે આપી દઈએ છે અમારા બાળકને રજા આપી દો પરંતુ હોસ્પિટલ વાળાઓએ કોઈ જ કારણસર બાળકને રજા આપી ન હતી.
દરરોજ ચાર્જ ચડાવી સંજયભાઈ પાસે મોટી રકમની માંગ કરવામાં આવતી, ગત તારીખ ૭ જૂન ના રોજ પ્રથમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલ દ્વારા દરરોજ પોતાનો ચાર્જ ચડાવી સંજયભાઈ પાસે મોટી રકમની માંગ કરવામાં આવતી હતી પરંતુ પોતાની પાસે આટલી મોટી રકમ ન હોવાનું કહેતા હોસ્પિટલ સત્તાધીશોએ બાળકને રજા આપવાનો ઇનકાર કરી દીધો હતો અને જ્યાં સુધી દોઢ લાખ રૂપિયા નહીં ભરો ત્યાં સુધી બાળકને રજા નહીં આપે તેમ કહી રહ્યા છે.બાળકના પિતા સંજયભાઈએ નેશન ફર્સ્ટ ન્યુઝને જણાવ્યું હતું કે હવે તબીબો ધમકી આપી રહ્યા છે કે આગામી બે થી ત્રણ દિવસમાં પૈસા નહીં ભરોતો તમારા બાળકને વેચી મારીશું અને તમને હોસ્પિટલમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકીશું તેવું જણાવ્યું હતું.કુડાસણ ખાતે નામ પ્રથમ પણ કામમાં પ્રથમ કે લૂંટ મચાવવામાં પ્રથમ તે હવે પ્રશ્ન સર્જાયો છે, ત્યારે બે મહીનાથી ગોંધી રાખેલું બાળક જેલમાં હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી, ત્યારે બાળકને મુક્તિ અપાવવા અરજદારે ઘણા લોકોને વિનંતી કરી પણ આજદાર વધું ભણેલ ન હોવાથી બીજા તાલુકામાંથી આવેલ હોવાથી અહીંયા કોઇ ઓળખાણ ન મળતાં આખરે GJ-18 ખાતે વકીલ તરીકે સેવાભાવી એવા વિષ્ણુભાઇ રાવળ પાસે ફરીયાદ આવી, ત્યારે તેમણે પોતે સ્વખર્ચે તપાસ કરાવીને રૂબરૂ અરજી ટાઇપ કરાવીને તમામ ખર્ચે પોતે ભોગવીને અરજદારને ન્યાય અપાવવા, પોતે ઇન્ફોસીટી પો.સ્ટેશનનાં ઁૈં ફ.ય્. રાઠોડને મળીને તમામ હકીકત જણાવી હતી. બાળકના પિતાએ અરજીમાં જણાવ્યા પ્રમાણે પ્રથમ હોસ્પીટલ દ્વારા આયુષ્યમાન કાર્ડ ચાલશે તેમ કહીને બાળકને હોસ્પિટલમા ંદાખલ કરાવ્યું હતું અને ત્યારબાદકાર્ડ નહીં ચાલે તેમ કહીને પૈસા માંગ્યા હતા. જાેકે, શ્રમજીવી પરિવાર બીલ ચુકવવામાં અસમર્થ હતો. જેના કારણે બાળક સ્વસ્થ હોવા છતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતી નહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે બાળકના પિતા સંજય પ્રવિણભાઇ રાવળે ઇન્ફોસિટી પોલીસ મથકમાં કુડાસણ ખાતે આવેલ પ્રથમ હોસ્પિટલના સંચાલકો સામે કાર્યવાહી કરવાની રાવ કરી છે. પોલીસને આપેલી અરજીમાં તેઓએ જણાવ્યુ છેકે, તેની પત્નીને ગત તા. ૭ જુનના રોજ ગોઝારિયા ખાતે ડિલીવરી થઇ હતી. સ્થાનિક ડોક્ટરોએ તાજા જન્મેલા બાળકને બાળનિષ્ણાંત ડોક્ટર પાસે સારવારની સલાહ આપી હતી. આથી તેઓ કુડાસણ સ્થિત પ્રથમ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટર સાથે સંપર્ક થયો હતો. ડોક્ટરે કામકાજ અંગે પ્રશ્ન પુછ્યો હતો. પોતે મજુરી કરતા હોવાનું જણાવ્યુ હતું. ડોક્ટરે આયુષ્માન ભારત કાર્ડ હશે તો સારવાર થઇ જશે તેમ જણાવ્યુ હતું. ત્યારબાદ બાળકની સારવારના ઇંજેક્શન અને મેડિકલ ટ્રીટમેન્ટ પેટે ૨૫ હજાર હોસ્પિટલમાં જમા કરાવવાનુંકહ્યુ હતું. જે પેટે ખેત મજુરી કરતા સંજય રાવળે ૨૦ હજારની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ તેઓએ આયુષ્માન ભારત કાર્ડ ડોક્ટરને આપ્યુ હતું. આથી ડોક્ટરે આયુષ્યમાન કાર્ડ નહી ચાલે તેમ કહીને સારવારના પુરા પૈસા ચુકવવા જણાવ્યુ હતું.થોડા પૈસા આપ્યા છે અને બાકીના સગવડ થયે આપવાનું સંજય રાવળે ડોક્ટરોને જણાવ્યુ હતું. પરંતુ જ્યાં સુધી આજદિન સુધીનું રોકડનું બીલ નહી ચુકવો ત્યાં સુધી બાળકને રજા આપવાની ના પાડવામાં આવી હતી. સંજય રાવળે ઇન્ફોસિટી પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે પોતાનું નવજાત બાળક સંપુર્ણ સ્વસ્થ થઇ ગયુ હોવા છતા છેલ્લા બે મહિનાથી પૈસા નહી ચુકવવાના કારણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતી નથી. હોસ્પિટલ દ્વારા દોઢ લાખનું બીલ ફટકારવામાં આવ્યુ છે. અને હજુપણ રોજેરોજનું બીલ ચડાવવામાં આવી રહ્યુ છે.આ અરજીના આધારે ઇન્ફોસિટી પોલીસ ઇન્સપેક્ટરે હોસ્પિટલ ખાતે જઇને તપાસ કરી હતી અને બાળકને હોસ્પિટલમાંથી રજા અપાવવા મામલે કાર્યવાહી કરી હોવાનું જાણવામળ્યુ છે. બાળકના પિતાએ જે અરજી કરી છે તે સંપુર્ણ બાબતે તેઓએ સોગંદનામું પણ કર્યુ છે.આયુષ્માન ભારત કાર્ડ ન ચાલતુ હોય તો પણ જે રીતે બાળક સ્વસ્થ હોવા છતા તેને સારવારના પૈસાના વાંકે બે માસથી રજા આપવામાં આવતી નથી તેવી પિતાની હૈયાવરાળે સાંપ્રત સમાજને હચમચાવી દીધો છે.