GJ-18 ખાતે ઠેર-ઠેર કચરો છી… છી…છી…
ન્યુ GJ-18 માં આવેલ ધોળાકૂવામાં કચરાપેટી ન હોવાના કારણે ઠેર-ઠેર કચરા ઢેર,
ચોમાસાના સમયમાં આવી રીતે કચરો પડ્યો રહેવાના કારણે મચ્છરો જન્ય રોગો થાય તો તેનું જવાબદાર કોણ?
ગાંધીનગર
GJ-18 ખાતે આવેલ ધોળાકુવા હનુમાન મંદિર પાસે કચરાપેટી ન હોવાના કારણે લોકો ઠેર- ઠેર કચરો નાખતા હોય છે, અને રોજબરોજ મનપા સાફ-સફાઈ કરવા આવે છે અને છતાં પણ લોકો આ જગ્યામાં કચરો ફેંકતા હોય છે, વસાહતીઓનું કહેવું એમ છે ,કે જ્યાં સુધી કચરાપેટી ની સુવિધા ના થાય ત્યાં સુધી હમ નહીં સુધરેંગે જેમ કચરો જાહેરમાં ગિફ્ટ સિટી રોડ પર નાખે છે અને તેના કારણે ગાયો અને કુતરાઓ રોડ પર ફરે છે તે કચરાના કારણે ગાયો કચરો ખાતી ખાધી મેઇન રોડ ઉપર જાય છે અને તેના કારણે અકસ્માત સર્જવાના કિસ્સાઓ પણ ઘણીવાર ઉજાગર થયા છે, તેના કારણે તેના વસાહતીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યાં કચરાપેટી તંત્ર મુકવા તૈયાર જ નથી થતું કે શું ? વસાહતીઓ કચરાપેટી મુકાવવા માટે તૈયાર છે પણ મનપા ત્યાં કચરાપેટી મૂકવા માટે તૈયાર છે કે નહીં ? રોજબરોજ સાફ-સફાઈ કરવા માટે તૈયાર છે તો પછી કચરાપેટી મૂકવા માટે તૈયાર કેમ નથી? તે સમસ્યાનો ઉકેલ જલ્દી થી જલ્દી આવે એવી લોકોમાં માંગ ઉઠી રહી છે, જ્યાં સુધી કચરાપેટી ની સુવિધા નહીં આપે ત્યાં સુધી હમ નહીં સુધરેંગે તેવી રીતે કચરો રોજબરોજ બહાર ઠલવવા તૈયાર છે, વિકાસથી વંચિત ગામમાં એક કચરાપેટીની સુવિધા નથી ? ધોળાકુવાના વસાહતીઓ દ્વારા મોટી કચરાપેટી મૂકવા બાબતે માંગણી કરી રહ્યા છે.
GJ-18 ખાતે આવેલ ધોળાકૂવામાં કચરાપેટીની સુવિધા કેમ નથી ?
મનપા દ્વારા રોજબરોજ કચરો ઉઠાવવામાં આવે છે, પણ એક કચરાપેટી મૂકવા તૈયાર નથી ?
ન્યુ GJ-18 કહેવામાં આવે છે પણ તેમાં સમાવિષ્ટ વિસ્તાર ધોળાકૂવામાં એક કચરાપેટીની સુવિધા નથી,
હમ નહીં સુધરેંગે ની જેમ, જ્યાં સુધી કચરાપેટી મૂકવામાં ન આવે ત્યાં સુધી ત્યાંના વસાહતીઓ જ્યાં ત્યાં કચરો નાખશે, તેનો જવાબદાર કોણ ?