જાેખમી કટો મુખ્યમાર્ગો હોવાથી લોકો આવન-જાવન કરતાં હોય છે,
GJ-18 ખાતે કામ ચલાઉ જાેખમી કટો કોઇ દુર્ઘટના ના બને તે સંદર્ભે ટ્રાફીક પોલીસની કવાયત
ગુજરાતનું એક એવું રાજ્ય GJ-18 છે, જેમાં ટ્રાફીક પોલીસ ભુંગળા લઇને મોલ, રોડ, રસ્તા, ચાર રસ્તા, બગીચામાં ટ્રાફીકના નિયમોની જાણકારી આપે છે, ત્યારે ટ્રાફીકશાખાને વંદન, જે ઝોન છે, તે એક્સીડન્ટ ન થાય તે માટે પ્રયત્ન કરેલ તે સરાહનીય છે.
————
ગાંધીનગર
ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 હવે વિકાસશીલ બન્યું છે, ત્યારે મસમોટા રોડ, રસ્તા અને તમામ જગ્યાએ રેલીંગ, ડીવાઇડરથી લઇને ફૂટપાથો બનાવવામાં આવી છે, પણ ઘણા લોકો શોર્ટકટ રસ્તો અપનાવવા રેલીંગ, ફેન્સીંગ તોડી નાંખવાના બનાવો બનતાં હોય છે, પણ થોડી સી શોર્ટકટ જીવનમાં મોટી દુર્ઘટના લાવે તે પ્રજા સમજતી નથી, ત્યારે ટ્રાફીકશાખાના પોલીકર્મીઓ પોતે GJ-18 પ્રજાની વ્હારે આવ્યા હોય તેમ આ શોર્ટકટ એવા ડિવાઇડર, રેલીંગ, ફેન્સીંગ ઉપર પ્લાસ્ટીકની પટ્ટીઓ બાંધીને દુર્ધટના અટકાવવા પ્રથમ રાહે પ્રયોગ કરી રહ્યા છે.
શું આ પોલીસનું કામ છે?GJ-18 અને GJ-18 મુખ્યમાર્ગ ઉપર લોકો રેલીંગ ગ્રીન તોડીને જીવના જાેખમે રોડ ક્રોસ કરતાં હોવાનું માહીતી મળતાં ટ્રાફીક અને સ્ટાફ દ્વારા જાેખમી રસ્તો ક્રોસ કરતા લોકોને અટકાવવા માટે કામ ચલાઉ ધોરણે લોખંડના તાર અને સ્ટોપ પટ્ટી બાંધી બંધ કરીને લોકો કોઇ આફત ન આવે તેની ટ્રાફીકે પહેલ કરી છે.