ઉન્નાવ જિલ્લાના બિહાર થાના ક્ષેત્રમાં દુષ્કર્મ પીડિતાને આગના હવાલે કર્યા બાદની ઘટનાના 12માં દિવસે ફરી એક ઘટના બની છે. હસનગંજ થાના ક્ષેત્રમાં રિપોર્ટ દાખલ કરી લીધા બાદ દુષ્કર્મના આરોપીને આગોતરા જામીન હાંસલ કરવા માટે પોલીસ તરફથી મૌન છૂટ આપી દેવામાં આવી હતી. આરોપીઓને આગોતરા જામીન મળી જવાને કારણે પીડિતાએ SP કાર્યાલયની બહાર પોતાને આગ લગાવી દીધી હતી.
પીડિતાને જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવી. ડૉક્ટરોએ 70 ટકા બળી જવાની પુષ્ટિ કરી પીડિતાને કાનપુર રેફર કરી દીધી. 22 વર્ષીય યુવતિએ સવારે 11 વાગ્યાની આસપાસ પોતાને આગ લાગી દીધી. યુવતિના પિતાનો આરોપ છે કે, તેમના ઘરેથી 300 મીટરના અંતરે રહેનારા એક યુવકે લગ્નનો વાયદો આપીને ઘણાં વર્ષો સુધી તેની દીકરીનું શારીરિક શોષણ કર્યું હતું.
યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પોલીસની સાથે DM અને SPને પણ ઘણી ફરિયાદ કરી હતી. પણ તેમના તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. પોલીસ તરફથી છૂટ મળતા 30 સપ્ટેમ્બર 2019ના રોજ આરોપી તેના ભાઈ, ભાભી અને અન્ય પરિવારના યુવકની સાથે તેમના ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપી ગયો હતો. પોલીસે 2 દિવસ પછી તેમના વિરુદ્ધ મામલો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
આરોપ છે કે, પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની જગ્યાએ સ્ટે લાવવા અને બાદમાં આગોતરા જામીન કરાવવાની છૂટ આપી દીધી. 28 નવેમ્બર ના રોજ દરેક આરોપીઓને જામીન મળી ગઈ. ત્યાર બાદ પીડિતાએ પોલીસ કાર્યાલયની બહાર પોતાને આગ લગાવી દીધી હતી.
પોલીસે જણાવ્યું કે, પીડિતાના પિતાની ફરિયાદ બાદ મુખ્ય આરોપી વિરુદ્ધ યુવતિને આત્મહત્યા કરવા પ્રેરિત કરવા બાબતે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
પીડિતાની માતાએ જણાવ્યું કે, સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ન્યાય માટે તેની દીકરીએ 200થી વધારે પ્રાર્થના અરજી પોલીસ અને લખનઉના ઉચ્ચ અધિકારીઓની સાથે નેતાઓને આપી ચૂકી છે. પણ કોઈએ પણ તેની વાત સાંભળી નહિ. પોલીસે દર વખતે તેમના મનનું કર્યું અને આરોપીને પ્રોત્યાહન મળતું રહ્યું.