ગાંધીનગર ચ-3 ખાતે સવારના 4:30 વાગ્યાના સુમારે દિવેલનું ટેન્કર ફૂટયાથ સાથે અથડાઈને ઉપર ચડી ગયા બાદ ઊંધું વળી ગયું હતું, ત્યારે આ ટેન્કર અડધો કિમી સુધી દિવેલ રોડ રસ્તા થી લઈને સાઇડમાં ભરાયેલા ખાડામાં ભરાઈ ગયું હતું. ત્યારે ત્યાથી સવારે વોકિંગ કરવા નિકળેલા ડે.મેયર નાઝાભાઇ ધાંધર નું ધ્યાન જતાં તુરંતજ ગાં.મનપાને સૂચના આપીને તાબડતોબ માટી નાંખવા સૂચના આપી હતી. કારણકે મુખ્ય માર્ગ હોવાથી વાહનો સ્લીપ ન થઈ જાય અને બીજી કોઈ જાનહાનિ ન થાય તે માટે તાબડતોબ પગલાં લીધા હતા. ત્યારે તુરંત પોલીસને બોલાવી અને પોલીસ પણ હાજર રહીને બેરેક્સ મૂકી દીધા હતા. ત્યારે સવારે 8 વાગ્યા પછી જેમ જેમ સમાચાર પાટનગરમાં ફેલાતા ગયા તેમ તેમ ઝૂપડપટ્ટીથી લઈને ગ્રામ્ય વિસ્તારોના રહેવાશીયો કેરબા, ડોલો લઈને દિવેલ ભરવા રીતસરની લૂંટ મચાવી હોય તેમ ધક્કામુક્કી કરીને દિવેલના કેરબા ભરી ગયા હતા.