GIDC દ્વારા કેમિકલ, ગંદુ પાણી છોડાતા વાહન-ચાલકો પરેશાન
ગંદુ, કેમીકલયુક્ત પાણીને લઇને કોલવડા ગામમાં અનેક લોકોનો આક્રોશ, રોજબરોજ હજારો વાહનો અહીંથી આવન-જાવન કરે છે, ત્યારે કોલવડા નું ગરનાળું હવે ગંધનું નાળું બની ગયું છે, કેમીકલ, ગંદા પાણીના નિકાલ સંદર્ભે પોલ્યુશન બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગણી કરી છે,
ગાંધીનગર
GJ-18 કોલવડા ગામ જતી વખતે નાની કેનાલ લાવે છે, ત્યારે રોડ રસ્તો મુખ્ય માર્ગ કોલવડા જવાનો આ એક જ માર્ગ છે, ત્યારે GJ-18 ખાતે આવેલી GIDC માંથી ગંદુ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા કોલવડા નગરવાસીઓ આ ગંધથી પરેશાન થઈ ગયા છે, અને કેમિકલ તથા ગંદુ પાણી છોડતા તેના કેમિકલના ફીણ મોટા ફુગ્ગા ફૂલતા હોય તેમ ફૂલીને રોડ રસ્તા પર ઉડીને આવતા હોય છે, ત્યારે કોલવડામાં નવી સ્કીમો, ફલેટો માટે હવે જે ટીપી પડી છે. ત્યારે આ GIDC ના પાણીનો આવરો-જાવરો જાેતા કોલવડા મકાન લેવા માટે હવે ગ્રાહકો દૂર થઈ રહ્યા છે.
કોલવડા પોલ્યુશન ફ્રી સીટી તરીકેની લોકો વાતો કરે છે, પણ અહીંથી સવારે નીકળો એટલે ખબર પડે કે, પોલ્યુશનથી ખદબદ તું કોલવડા આવે બેડ, ગંદુ,ગોબરૂ જે કેમિકલ અને ગંધા પાણી છોડાતા કોલવડા ની જે રોનક છે તે નેસ્ત નાબુદ થઈ રહી છે, હવે આવન જાવન કરતાં ગ્રામ વાસીઓના પણ મોઢે રૂમાલ બાંધીને સવારે નીકળવું પડે છે, ત્યારે ફીણના ઉડતા ગોટા જાે કોઈને લાગી જાય તો ચામડીના રોગો પણ થવાનો પ્રજા માં ભય છે, ત્યારે આ ગંધુપાણી અને કેમીકલ પાણી ખેતરો થી લઈને જાહેરમાં આજે વહી રહ્યું છે તે ખેતીને પણ એટલું જ નુકસાન કરી રહ્યું છે ત્યારે પોલ્યુશન બોર્ડ આ સંદર્ભે ગંભીરતાથી તપાસ કરાવી જાેઈએ તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.