રાંદેસણ, ધોળાકુવા, સરગાસણ, કુડાસણ, કોબા, રાયસણ તમામ મનપા સમાવિષ્ટ રહીશોની કપરી સ્થિતિ
વંચિતોનો વિકાસ ક્યારે? છેવાડાના માનવીના વાત દૂર, નજીકના માનવની ચીંતા કરો,
રોડ, રસ્તા પણ તુટી ગયા હોઇ, અને ક્યાં વાહન ચલાવવા તે મોટો પ્રશ્ન, ત્યારે GJ-18 ન્યુ ખાતે મોટા ભાગના લોકો ટુ-વ્હીલર વાહનનો ઉપયોગ વરસાદી ઋતુમાં કરવા માંડ્યા છે,
ડીસ્કો રોડ હવગાંધીનગર
GJ-18 મનપામાં નવા સમાવિષ્ટ વિસ્તારો આવરી લીધા બાદ સાફ-સફાઇ, ગંદકી, તુટેલા રોડ, રસ્તા, ગટરના ઢાંકણા નીકળી ગયેલા, સ્ટ્રીટલાઇટો પણ ઘણા સમયથી બંધ હોવાની ફરીયાદો ઉઠવા પામી છે, ત્યારે ટેક્સ ભરો અને સેવાની વાતોના ફક્ત વડા, જેવો ઘાટ સર્જાયો છે, રાંદેસણ, ધોળાકુવા, સરગાસણ, કુડાસણ, કોબા, રાયસણ, સહિતના કેટલાક વિસ્તારમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદો ઉઠી છે. અહીં નવા બની રહેલા મેટ્રો સ્ટેશન, ઉર્જાનગર બંગલો-૨, સનરાઈઝ બંગલોઝથી પ્રતિક મોકલ કુડાસણ સુધીની સ્ટ્રીટ લાઈટ લાંબા સમયથી બંધ છે. જેને પગલે અહીં આસપાસ રહેતાં હજારો લોકોને રાત્રીના સમયે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી સ્ટ્રીટલાઇટો ચાલુ થઈ નથી. ચોમાસાના કારણે આ વિસ્તારમાં અનેક સ્થળે રોડ તૂટી ગયેલા છે.ગટરના કામ બાદ યોગ્ય પુરાણના અભાવે અનેકસ્થળે ભૂવા પડ્યા છે. બીજી તરફ આ વિસ્તારમાં સાપ પણ વધુ પ્રમાણમાં ફરતા હોય છે. જેને પગલે પગલે રાત્રીના સમયે ઘરની બહાર નીકળતા પણ લોકોને ડર સતાવે છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ આ વિસ્તાર રાંદેસણ પંચાયતમાં હતો ત્યા સુધી આ પ્રકારની સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ આવી જતો હતો. જાેકે કોર્પોરેશનમાં ભળ્યા બાદ વિસ્તારમાં સગવડો વધવાની જગ્યાએ અગવડો વધી છે. ત્યારે નાગરિકોએ માંગણી છે કે અહીં તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઈટો ચાલુ થાય, રસ્તાની મરામત થાય અને ખાડાઓમાં પુરાણ થાય.
ે એવા રોડ, રસ્તા પર ગાબડા પડ્યા છે, કે તમામ વાહનો વગર વાંકે ડીસ્કો કરી રહ્યા છે,