
ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં જે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ અને દરેક નાગરિકો આમાં જાેડાયા તેના શ્રેય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે, ત્યારે વાર તહેવારો જે લુપ્ત થઈ રહ્યા છે, આજની પેઢીને તો ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટનો મર્મ જાે ખબર ન હતી, ત્યારે જે મિસાલ જગાવવામાં હરણ ફાળો રહ્યો છે તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક સંસ્થાઓનો રહ્યો છે. ત્યારે GJ-18 ખાતે સહકારી મધુર ઉત્પાદક સંઘ એવી (મધુર ડેરી) દ્વારા ૭૫ માં આઝાદીના અમૃત મોતની ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા ફરકાવીને દેશની અને દેશપ્રેમી જનતાની જે ભાવના ઉજાગર કરવામાં પ્રયત્ન કરેલ છે ,તે સરાહનીય છે. ક્યારે મધુર ડેરી દ્વારા ટાટા ચોકડી થી લઈને સેક્ટર-૨૬ સુધી ૫૧ મીટર લાંબા તિરંગા સાથે તિરંગા રેલી નું આયોજન કરવામાં આવેલ ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે તિરંગા રેલી અને ધ્વજ વંદન કાર્યક્રમના અધ્યક્ષ રજનીભાઈ પટેલ (મહામંત્રી. ભાજપ પ્રદેશ) ધારાસભ્ય શંભુજી ઠાકોર, મુખ્ય મહેમાન બીપીનભાઈ પટેલ (વાઇસ ચેરમેન ગુજકોમાસોલ) ગાંડાભાઇ ચૌધરી (ઉપપ્રમુખ તાલુકા ભાજપ) મધુર ડેરીના પ્રેણાતા તથા ચેરમેન શંકરસિંહ રાણા, મધુર ડેરી પર એકેડેમી ના માર્ગદર્શક આમંત્રિત મહેમાન અશોકસિંહ પરમાર,ડૉ. અમીબેન ત્રિવેદી, મધુર ડેરીના તમામ કર્મચારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આપ સમગ્ર કાર્યક્રમ જે સફળતા માટે કાર્યક્રમનું સંચાલન કરનાર સંસ્થાના જનરલ મેનેજર હંસાબેન પટેલ નો આભાર માન્યો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવ અને ધ્વજવંદન બાદ ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ સહકારી દૂધ સંઘોમાં મધુર ડેરી એકેડેમી પશુપાલકોના તથા મધુર પ્રોડક્ટ વાપરતા તમામ ગ્રાહકોના દીકરા દીકરીઓના ઉજ્વળ ભવિષ્ય માટે મધુર ડેરીની પ્રથમ શરૂઆત, GJ-18 ખાતે મધુર ડેરી એટલે પ્રજાજનું હાર્દસમીછે. ત્યારે તેને ડેવલપ કરનારા ભોલે શંકરનો ખૂબ જ મોટો હરણફાળો રહ્યો છે, ત્યારે ત્રણ દિવસ આ આઝાદી કામૃત મહોત્સવની ઉજવણી ધ્યાન ખેંચનારી હતી.