ભુજમાં અરવિંદ કેજરીવાલે શિક્ષણના મુદ્દે ગુજરાતની જનતાને ગેરંટી આપી

Spread the love

 

ગુજરાતના દરેક બાળકને સારું અને મફત શિક્ષણ આપવામાં આવશે , ગુજરાતમાં પણ લગાવીશું ખાનગી શાળાઓના માનસ્વી ફી-વધારા પર રોક , બધા પ્રવાસી શિક્ષકોને કાયમી કરીશું, શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવશે, શિક્ષકોને બાળકોના શિક્ષણ સિવાય અન્ય કોઈ કામ આપવામાં નહિ આવે , વિદ્યાસહાયકોની તમામ સમસ્યાઓ 3 મહિના પછી હલ થઈ જશે :ગુજરાતમાં 53 લાખ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકીએ છીએ: ગુજરાત પોલીસથી વિંનતી છે કે ભથ્થા ભાજપ સરકાર થી લઇ લો, ગ્રેડ પે હું આપીશ: અરવિંદ કેજરીવાલ

ભુજ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે બપોરે 2 વાગે ભુજ એરપોર્ટ પહોંચી સેવન સ્કાય ક્લાર્ક એક્ઝોટિકા હોલ પહોંચ્યા હતા.

અરવિંદ કેજરીવાલે પોતાના જન્મદિવસે ભુજમાં ટાઉન હોલ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, જનતા તરફથી જે પ્રેમ અને સહકાર મળ્યો છે તેનો હું ખુબ જ આભારી છું. ભાજપ કોંગ્રેસે કંઈ કામ કર્યું નથી એટલે હવે જનતાએ તેમની પોતાની આમ આદમી પાર્ટી બનાવવાની ફરજ પડી છે. આપણા દેશમાં આ લોકોએ શિક્ષા વ્યવસ્થાને ભંગાર બનાવી મૂકી છે. મધ્યમ વર્ગના પરિવારો પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણવા મૂકે છે પણ ત્યાં ખાનગી શાળા વાળાઓએ લૂંટ મચાવીને મૂકી છે. યુનિફોર્મ ફીસ, પિકનિક ફીસ, ડેવલપમેન્ટ ફીસ, લાઈબ્રેરી ફી એમ ઘણા બધા બહાના ના નામે દર વર્ષે ફીમાં વધારો કરવામાં આવે છે અને સરકાર તેના વિરોધમાં કઈ કરતી નથી.ગુજરાતમાં લગભગ 44 લાખ બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરે છે અને બાકીના 53 લાખ બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે જે લોકો ખૂબ જ ગરીબ છે જેની પાસે ખાવાના પૈસા નથી તેવા મજબૂર લોકો પોતાના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરવા મોકલે છે.ભારત વિશ્વ ગુરુ બને તો એ ફક્ત ભાષણબાજી થી સંભવ નહીં થાય, સૌપ્રથમ શિક્ષણ નીતિમાં સુધારા લાવવા પડશે.જો ગરીબના બાળકો ભણી ઘણીને આગળ વધશે તો જ ગરીબી દૂર થશે, અને જો ગરીબી દૂર થશે તો જ ભારત આગળ વધશે અને અમીર બનશે.સમગ્ર ભારતમાં 17 કરોડ બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે, ગુજરાતમાં પણ 53 લાખ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકાય છે.દિલ્હીના 4 લાખ બાળકો જે ખાનગી શાળામાં ભણતા હતા તેમણે પોતાનું એડમિશન ખાનગી શાળાથી હટાવીને સરકારી શાળામાં કરાવી દીધું છે. જે દિલ્હીમાં કર્યું તે ગુજરાતમાં પણ કરશું,

આજે હું ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે પાંચ ગેરંટી આપવા જઈ રહ્યો છું.

પહેલી ગેરંટી, ગુજરાતના દરેક બાળકને સારું અને મફત શિક્ષણ આપવામાં આવશે. તમારા બાળકને મફતમાં સર્વોત્તમ શિક્ષણ આપીશું એ અમારી ગેરંટી છે.

બીજી ગેરંટી, દિલ્હીની જેમ જ દરેક સરકારી શાળાને ગુજરાતમાં પણ શાનદાર બનાવીશું અને બહુ મોટા સ્તરે સરકારી શાળાઓ ખોલવામાં આવશે. હાલની સરકારી શાળાઓને પણ શાનદાર બનાવીશું.ખાનગી શાળાઓ કરતા સરકારી શાળાઓ શાનદાર બનાવીશું.

ત્રીજી ગેરંટી, દિલ્હીની જેમ ગુજરાતમાં પણ લગાવીશું ખાનગી શાળાઓના માનસ્વી ફી-વધારા પર રોક. .

બધી ખાનગી શાળાઓની ઓડિટ કરાવીશું, જેણે જેણે ફી વધારે લીધી છે તેને પરત કરાવીશું અને ફી વધારો અટકાવીશું. પુસ્તકો , યુનિફોર્મ ખરીદવો હોય તો સ્કૂલ પાસેથી જ ખરીદવો એ ગુજરાતમાં પણ બંધ કરાવી દઈશું.

ચોથી ગેરંટી, બધા પ્રવાસી શિક્ષકોને કાયમી કરીશું, શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવશે. ઘણા બધા શિક્ષકો કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે તે બધાને કાયમી કરવામાં આવશે. શિક્ષકોને સન્માન આપીશું, જોબ સિક્યુરિટી આપીશું, ત્યારે જ તો તેઓ આપણા બાળકોને સારું શિક્ષણ આપશે. હાલમાં જેટલી જગ્યાઓ ખાલી છે શિક્ષકોની તેને તો પૂરી કરવામાં આવશે જ પરંતુ જેટલા મોટા સ્તરે નવી સરકારી શાળાઓ બનાવવામાં આવશે એમાં પણ શિક્ષકો માટે ઘણી ભરતી બહાર પડશે. ઘણા બધા સ્ટાફને શાળાઓમાં નોકરી મળશે. જો આપણે બાળકોને સારું શિક્ષણ આપવા માંગતા હોઈએ તો 25-30 બાળકો ઉપર એક શિક્ષક હોવું જોઈએ, એટલા મોટા સ્તરે શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

પાંચમી ગેરંટી, શિક્ષકોને બાળકોના શિક્ષણ સિવાય અન્ય કોઈ કામ આપવામાં નહિ આવે. શિક્ષકો ને મળતું બીજું કામ ગુજરાતમાં પણ બંધ કરી દઈશું.

ઘણા બધા વિદ્યા સહાયકો છે અને તેમના પણ ઘણા બધા મુદ્દા છે જેમ કે સમયસર TET નથી થતું, સર્ટિફિકેટ ની સમસ્યા હોય તો ભરતી નથી થતી.

ચૂંટણીને ફક્ત 3 મહિના રહી ગયા છે, સરકાર બનશે ત્યારે તમારા બધા મુદ્દાઓના ઉકેલ લાવવાની ગેરંટી મારી. મહિલાઓને ઉચ્ચ શિક્ષણ માટે સર્વોત્તમ વ્યવસ્થા કરવામાં આવશે. પોલીસકર્મીઓની ગ્રેડ પે ની માંગ છે, ત્યારે મેં તેમના ગ્રેડ પે ના મુદ્દાનું સમર્થન કર્યું હતું અને ત્યારબાદ ગુજરાત સરકાર જાગી ગઈ હતી. ગુજરાત સરકારે ગ્રેડ પે નથી આપ્યું પણ ભથ્થામાં થોડો થોડો વધારો કરવામાં આવ્યો છે. મારી ગુજરાત પોલીસને વિંનતી છે કે ભથ્થા ભાજપ સરકાર થી લઇ લો, ગ્રેડ પે હું આપીશ.

આપના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઈસુદાન ગઢવીએ ક્હ્યું કે,ગરીબોનું લોહી ચુસવામાં આવ્યું છે ત્યારે ભગવાન ગરીબોની ચીસો સાંભળે છે અને અરવિંદ કેજરીવાલ જેવાને ધરતી પર મોકલે છે .ગુજરાત નહીં પણ આખુ હિંદુસ્તાન અરવિંદ કેજરીવાલને એક ઉમ્મીદથી જોઈ રહ્યું છે.

ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતમાં ગાયોના મૃત્યુ સરકારના પાપે થયા છે ! ભાજપે શાળા બંધ કરી દીધી, ખાનગી યુનીવર્સીટી ખુલવા લાગી, કોલેજોમાં સુવિધા નથી, સરકારી શિક્ષકોની ભરતી નથી થતી અને જે છે એમની પાસે ભણતર સિવાયના કામ કરાવવામાં આવે.ગામમાં સ્કુલ ન હોય તો સૌથી વધારે નુકસાન દિકરીઓને થાય.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, ઇસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com