ફોટો : અશોક રાઠોડ
અમદાવાદ
અમદાવાદ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.સી.મકવાણાએ જણાવ્યું હતું કે સાબરમતી નદી ઉપર સ્થિત ધરોઈ ડેમમાં પાણીની આવકને ધ્યાનમાં લઇ પાણી છોડાઈ રહ્યું છે.ચાલુ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ધરોઈ ડેમની નીચે વાસમાં ૬૬૮૦૦ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું, જે ક્રમશ વધીને ૧,૦૦,૦૦૦ ક્યુસેક સુધીનો પ્રવાહ થઈ શકે તેમ છે. જેથી આ અંગે અમદાવાદ શહેરના નદીકાંઠાના વિસ્તારો તથા ધોળકા તાલુકાના આંબલિયારા, ચંડીસર, જલાલપુર વજીફા, ખત્રીપુર, રાજપુર, સરોડા તથા સાથલ તેમજ ખેડા જિલ્લાના માતર તાલુકાના રસીકપુર, વારસંગ તથા ખેડા તાલુકાના નાની કલોલી, મોટી કલોલી, રડુ, પથાપુરા, કઠવાડા અને આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા જેવા ગામોને અસર થવાની સંભાવના હોઇ સંબધિત ગામના નાગરિકોને સાબરમતી નદીના કાંઠે નહિ જવા તથા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી.
લાકોડા વીઅરમાંથી (ઇલેક્ટ્રોનિક માધ્યમથી ) મળેલ સૂચના મુજબ તા.૧૮/૦૮/૨૦૨૨, સમય ૦૮.૫૦ કલાકે લાકોડા વીઅરનું જળ, સ્તર ૮૧.૨૦ મીટર છે. હાલમાં લાકોડા વીઅરની નીચેવાસમાં ૭૬૪૦૦ ક્યુસેક્સ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ છે. જેથી આ અંગે લાગતા વળગતા તમામ ગામોને જાણ થવા તેમજ યોગ્ય પગલાં લેવા સુચના આપવા વિનંતી છે. હાલ સમય ૮.૫૦ કલાકની સંત સરોવર, વાસણા બેરેજ અને ધરોઇ ડેમની જળસપાટીની સ્થિતિ નીચે મુજબ છે.