તા.14/08/2022નારોજ કોલવડા આયુર્વેદિક હોસ્પીટલ નજીક ચરામાં હનુમાનજીના મંદીર પાસે આવેલ ઓરડી આગળ દિલીપસિંહ ભવાનજી વાઘેલા ઉ.વ.૪૯ રહે.કોલવડા તા.જી.ગાંધીનગરનાઓને કોઇ અજાણ્યા આરોપીઓએ હથીયાર વડે ફાયરીંગ કરી પેટના ભાગે ગોળી મારી તેમજ તિક્ષ્ણ હથીયાર વડે બંન્ને હાથે તથા ગળામાં બંન્ને બાજુ તથા પાછળના ભાગે ગળાથી નિચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવેલ જે બાબતે ફરીયાદીશ્રી એ ફરીયાદ આપતા પેથાપુર પો.સ્ટે.પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૨૧૬૦ ૧૦૨૨૦૩૨૪/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૦૨, ૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)(બી-એ),૨૭(૨) મુજબનો ગુો દાખલ થયેલ.
ઉપરોકત દિલીપસિંહ ભવાનજી વાઘેલાનું ખુબ જ કુરતા પુર્વક ખુન કરેલ અને આ ગુન્હો વણશોધાયેલ હોવાથી તેની ગંભીરતા ધ્યાને લઇ આ ગુન્હો આચરનાર આરોપીઓને શોધી કાઢવા સારૂ ગાંધીનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અભય ચુડાસમાનાઓએ જરૂરી સુચના આપેલ.
જેથી તેઓશ્રીની સુચના મુજબ ગાંધીનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્લ નાઓએ એલ.સી.બી તથા પેથાપુર પો.સ્ટે.ની અલગ અલગ ટીમો તૈયાર કરેલ અને જે ટીમો દવારા ગુન્હાની જગ્યાથી લઇ તે રૂટ ઉપર આવતા તમામ સી.સી.ટી.વી. ફુટેજ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ઘરવામાં આવેલ.
સી.સી.ટી.વી. ફુટેજ તથા ગ્રાઉન્ડ સર્વેલન્સ આધારે મરણ જનાર દિલીપસિંહ ભવાનજી વાઘેલાનું જે ઓરડી પાસે ખુન થયેલ ત્યાં તેઓને જુગાર રમવા સારૂ પત્તાની કેટ આપવા આવનાર ઇસમ ધર્મેન્દ્રસિંહ વાઘેલા આવેલ હતો તથા તેની પાછળ એક શંકાસ્પદ સ્વીફટ ડીઝાયર ગાડી આવેલાની હકીકત જણાઇ આવેલ જેથી સદરી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે કાળીયો વિક્રમસિંહ વાઘેલા રહે. કોલવડા તા.જી. ગાંધીનગરને યુકિત પ્રયુકિતથી તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે પુછપરછ કરતા તે ભાંગી પડેલ અને જણાવેલ કે આજથી ત્રણેક માસ પહેલા આ દિલીપસિંહએ અમારા ગામના પોલીસમાં નોકરી કરતા ઘનશ્યામસિંહ વાઘેલા ઉર્ફે જમાદારને તેઓની સાથે ચાલતી અદાવતના કારણે ખુબ જ માર મારેલ હતો જેનો બદલો લેવા સારૂ આ ઘનશ્યામસિંહએ ધર્મેન્દ્રસિંહને આજથી એકાદ માસ પહેલા મળવા બોલાવેલ અને તે વખતે તેની સાથે પ્રભાતજી સુખાજી ડાભી રહે. ડાંગરવાવાળો હતો તેઓ બંનેએ આ દિલીપસિંહને તેના બોર ઉપરથી બહાર લાવવામાં મદદ કરવા જણાવેલ અને તેના બદલામાં વીસ લાખ રૂપિયા આપવાની લાલચ આપેલ. આ દિલીપસિંહ જે ધર્મેન્દ્રસિંહનો કૌટુમ્બીક ભાઇ થતો હોઇ નથા તેઓને કીટીક ઘાટ ચાલતી હોઇ જે અદાવતને કારણે દિલીપસિંહ ધર્મેન્દ્રસિંહના પિતાને ગાળો આપેલ અને તેની પોતાની સાથે પણ અવાર નવાર ઝઘડો કરેલ હોઇ અને હોઇ બદલો લેવા સારુ અને અ એકલો દિલીપસિંહને પહોચી વળે તેમ ન હોઇ બદલો લેવા સારૂ અને આ કામ કરવાથી પોતાને પૈસા પણ મ તેવી લાલચમાં આવી તેઓને મદદ કરવા તૈયાર થઇ ગયેલ,
આ કામ કરવા સારૂ ઘનશ્યામસિંહ વાઘેલા ઉર્ફે જમાદાર તથા પ્રભાતજી સુખાજી ડાભી અવાર નવાર આ ધર્મેન્દ્રસિંહ ને બહાર મળવા બોલાવતા અને ધનશ્યામસિંહની કાળા કલરની ગાડી લઇ અલગ અલગ જગ્યાઓએ મીટીગ કરેલ આ વખતે પ્રભાતજી ડાભી તેઓની સાથે વિપુલ ઠાકોર ઉર્ફે ટેણીયો તથા પ્રકાશ બારોટ ઉર્ફે ગઠીયો ઉર્ફે રધો ને લઇ ને આવતા હતા. બનાવના ત્રણેક દિવસ અગાઉ એટલે કે રક્ષા બંધનના દિવસે ઘનશ્યામસિંહ તથા પ્રભાતજી ધર્મદ્રસિંહ ને બહાર બોલાવેલ અને કામ જલ્દી પુરુ કરવા દબાણ કરેલ અને તેના પેટે વીસ લાખ રૂપિયા આપવાનું નકકી કરેલ.
બનાવના દિવસે પ્રભાતજીએ આ ધર્મેન્દ્રસિંહને માણસા ખાતે બોલાવેલ ત્યાં વિપુલ ઠાકોર ઉર્ફે ટેણીયો ઉર્ફે ગટ્ટી રહે, માણસા તથા પ્રકાશ બારોટ ઉર્ફે ગઠીયો ઉર્ફે રધો રહે. ભાટવાડા માણસા હાજર હતા આ ચારેય જણા સ્વીફટ ડીઝાયર ગાડી તથા ધર્મેન્દ્રસિંહનું બાઇક લઇ સાથે નિકળેલ અને દિલીપસિંહના બોર બાજુ ગયેલ ત્યાં એક દિલીપસિંહ જેવો માણસ દેખેલ પરંતુ તે દિલીપસિંહ નહી પરંતુ ગામનો બીજો કોઇ માણસ હોવાનું ધર્મેન્દ્રસિંહએ જણાવતા તેઓ ત્યાંથી નિકળી ગામ બાજુ આવવા નિકળેલ તે દરમ્યાન દિલીપસિંહનો ફોન ધર્મેન્દ્રસિંહ ઉપર આવેલ અને પોતે હનુમાનજીના મંદિર પાસે બેઠેલ હોવાનું જણાવી પોતાના માટે ગામમાંથી બે પત્તાની કેટ, સીગરેટનું પાકીટ તથા ચવાણું આપી જવા જણાવેલ જેથી આ ધર્મેન્દ્રસિંહ એ દિલીપસિંહ એ મંગાવેલ સામાન લઇ આપવા ગયેલ જેની પાછળ સ્વીફટ ડીઝાયર ગાડીમાં પ્રભાતજી ડાભી, વિપુલ ઠાકોર તથા પ્રકાશ બારોટનાઓ પાછળ પાછળ ગયેલ, ધર્મેન્દ્રસિંહએ સામાન આપી રોડ ઉપર નિકળી આ લોકોને દિલીપસિંહ ત્યા બેઠેલ હોવાનું ઇશારો કરતા ત્રણેય જણાએ અંદર જઇ ફાયરીંગ કરી છરીના ઘા મારી દિલીપસિંહનું મૃત્યુ નિપજાવેલ અને ત્યાંથી ચારેય આરોપીઓ ભાગી ગયેલ,
તપાસ દરમ્યાન નારદીપુર પાસેથી આ સ્વીફટ ડીઝાયર ગાડી બિનવારસી મળી આવેલ છે તથા અન્ય આરોપીઓ બનાવ બાદથી પોતાના મોબાઇલ ફોન સ્વીચઓફ કરી ભાગી ગયેલ છે આમ, આ ઘનશ્યામસિંહ વાઘેલા ઉર્ફે જમાદારે પોતાની અંગત અદાવત સારૂ માણસાના ત્રણેય આરોપીઓને બોલાવી ધર્મેન્દ્રસિંહની મરણ જનાર દિલીપસિંહ ઉર્ફે દિલીપને બહાર બોલાવવામાં ધર્મેન્દ્રસિંહની મદદગારી લઇ આ કાવતરાને અંજામ આપેલ છે.
પકડાયેલ આરોપીઃ
૧. ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ વાઘેલા રહે. કોલવડા તા.જી. ગાંધીનગર (ટીપ આપનાર)
> પકડવાના બાકી આરોપીઓઃ
૧. ઘનશ્યામસિંહ ઉર્ફે જમાદાર પ્રતાપસિંહ વાઘેલા રહે. કોલવડા તા.જી. ગાંધીનગર
(મુખ્ય કાવતરૂ રચનાર તથા હત્યાની સોપારી આપનાર)
૨. પ્રભાતજી સુખાજી ડાભી રહે. ડાંગરવા મહેસાણા હાલ રહે. માણસા જી. ગાંધીનગર ૩. વિપુલ ઉર્ફે ગટ્ટી ઉર્ફે ટેણીયો ભુપતજી ઠાકોર રહે. માણસા જી ગાંધીનગર
૪. પ્રકાશ ઉર્ફે ગઠીયો ઉર્ફે રધો વિઠ્ઠલજી બારોટ રહે. ભાટવાડા માણસા જી ગાંધીનગર
> આરોપીઓના ગુન્હાહિત ઇતિહાસઃ
૧. ઘનશ્યામસિંહ ઉર્ફે જમાદાર પ્રતાપસિંહ વાઘેલા વિરુધ્ધમાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં સને-૨૦
જુગારધારા મુજબ ગુન્હો નોંધાયેલ છે.
૨. પ્રભાતજી સુખાજી ડાભી વિરુધ્ધમાં મહેસાણા જીલ્લાનાકડી પો.સ્ટે. ખાતે ખુનનો ગુન્હો નોંધાયે
૩. પ્રકાશ ઉર્ફે ગઠીયો ઉર્ફે રધો વિઠ્ઠલજી બારોટ વિરુધ્ધમાં
(૧). અડાલજ પો.સ્ટે. ખાતે લુંટ વીથ ફાયર આર્મ્સ
(ર). અસલાલી પો.સ્ટે. ખાતે અપહરણ વીથ લુંટ
(૩). તલોદ પો.સ્ટે ખાતે લુંટ
(૪). આણંદ વિધ્યાનગર તથા ટાઉન પો.સ્ટે. ખાતે ચોરી (૫). રાજકોટ તાલુકા પો.સ્ટે. ખાતે લુંટ
(૬). મહેસાણા જીલ્લાના લાંધણજ પો.સ્ટે. ખાતે લુંટ ના ગુન્હા નોંધાયેલ છે. ઉપરોકત આરોપી પ્રકાશ બારોટ હાલ પેરોલ રજા ઉપરથી જમ્પ થયેલ હોઇ તેના વિરુ પો.સ્ટે. ખાતે ગુન્હો નોંધાયેલ છે .