અમદાવાદ
અ.મ્યુ.કોર્પો. દ્વારા ખાડીયા વોર્ડમાં એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના સ્ટાફ, એસ.આર.પી. સ્ટાફ તેમજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદથી આજે ૩ દબાણ ગાડી તથા ખાનગી કોન્ટ્રાકટ૨ના ૧૨-મજૂરોની મદદથી રાયપુર દરવાજા બહાર તેમજ બિગ-બજારની આજુબાજુમાં થયેલ રસ્તા ઉપરના દબાણો સાદી લારીઓ,બંધ બોડીની લારીઓ તેમજ રોડ ઉપર દબાણ કરેલ અન્ય સામગ્રી મળી કુલ ૪૫-નંગ અલગ-અલગ પ્રકારનો માલ-સામાન તેમજ જે.સી.બી.ની મદદથી આશરે ૦૭-નંગ-કાચા પાકા શેડ ક્રોસ વોલ તેમજ ઓટલા બાંધકામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.
અ.મ્યુ.કોર્પો. દ્વારા જમાલપુર વોર્ડમાં ભદ્રકાળી મંદિરની આસપાસના વિસ્તારના દબાણો એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના સ્ટાફ તેમજ એસ.આર.પી. સ્ટાફની મદદથી ૩-દબાણ ગાડી તથા ખાનગી કોન્ટ્રાકટરના ૧૨-મજૂરોની મદદથી સાદી લારીઓ,બંધ બોડીની લારીઓ તેમજ રોડ ઉપર દબાણ કરેલ અન્ય સામગ્રી મળી આશરે કુલ ૨૬-નંગ અલગ-અલગ પ્રકારનો માલ-સામાન દબાણ ગાડીમાં ભરી જયભારત ગોડાઉનમાં જમા કરાવવામાં આવ્યો હતો.