અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે, આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં સેન્ટ્રલ ઓફિસ, હાઉસીંગ પ્રોજેક્ટ તેમજ રીક્રીએશનલ, કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટીના કામોને મંજૂરી આપી છે. સેન્ટ્રલ ઓફિસ ખાતા દ્વારા એસ્ટેટ / ટી.ડી.ઓ. / સીટી પ્લાનિંગ ખાતામાં એચ.ઓ.ડી. કક્ષાની પાંચ જગ્યાઓને હયાત લાયકાત તથા નામાભિધાન બદલ્યા વગર રાજ્ય સરકારની મંજુરીની અપેક્ષાએ અપગ્રેડ કરવા તથા અપગ્રેડ મુજબનો લાભ સદરહું જગ્યા ઉપર હાલમાં ફરજ બજાવતા અધિકારીઓને આપવાના કામને મંજુરી આપવામાં આવી.ઉપરાંત, રીક્રીએશનલ, કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી ઉત્તર ઝોન, મધ્ય ઝોન, પશ્ચિમ ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનના વિવિધ ગાર્ડનોમાં ગાર્ડન રીડેવલપ કરવા, ગાર્ડનમાં સીવીલ વર્ક કરવું, મીયાવાકી પદ્ધતિથી એક વર્ષ માટે પ્લાન્ટેશન કરી મેઇન્ટેન કરવું, વોકીંગ ટ્રેક બનાવવા, પેવરબ્લોક નાંખવા, દિવાલ બનાવવા, પાણીનું નેટવર્ક ઉભું કરવા જેવા વિવિધ આનુષંગિક કામો કરવા માટે રૂા. ૩.૬૪ કરોડથી વધુના કામોને તેમજ અ.મ્યુ. કોર્પોરેશન દ્વારા હાલમાં નવીન બની રહેલ જોધપુર, નારણપુરા, વેજલપુર, વટવા, લાંભાના જીમ્નેશિયમ તથા હવે પછી ભવિષ્યમાં નવા બનાવવામાં આવનાર તમામ જીમ્નેશિયમોનો સંપૂર્ણ ખર્ચ જેવો કે, નવા સાધનો મૂકવા, કોચ રાખવા, સિક્યોરિટી, સફાઈ, લાઈટ મેઇન્ટેનન્સ જેવા તમામ પ્રકારના ખર્ચ સહીત પાંચ વર્ષ માટે તથા કામની સમીક્ષા કરી વધુ ૩ વર્ષ પીપીપી મોડેલ થી ચલાવવા આપવાની આનુષંગિક કાર્યવાહી કરવાના કામને મંજુરી આપવામાં આવી.વધુમાં, તાકીદના કામ તરીકે રજૂ કરવામાં આવેલ કામો પૈકી આગામી તા. ૨૪-૦૮-૨૦૨૨ થી તા. ૩૧-૦૮-૨૦૨૨ સુધી જૈન ધર્મનો મહાપર્યુષણ પર્વ પ્રસંગ હોવાથી તથા દિગંબર જૈન સમાજના પર્યુષણની ધુપ દશમ તા. ૦૫-૦૯-૨૦૨૨ તથા સંવત્સરી તા. ૦૯-૦૯-૨૦૨૨ના દિવસે હોવાથી મ્યુ. કતલખાના બંધ રાખવાના કામને મંજુરી આપવામાં આવી હતી.