આજે વિશ્વ મચ્છર દિવસ : સાતેય ઝોનમાં ૧૭૨૪ ઘરોમાં બ્રિડીંગ મળતા ૧૬૨ લોકોને નોટિસ આપી

Spread the love

અમદાવાદ

આજે ૨૦મી ઓગષ્ટને દર વર્ષે વિશ્વ સ્તરે વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના હેલ્થ મેલેરીયા વિભાગદ્વારા આજે શહેરના સાત ઝોનના તમામ વોર્ડ ખાતે મચ્છરજન્ય રોગોના હાઇરીસ્ક વિસ્તારોમાં હેલ્થ મેલેરીયા સ્ટાફ દ્વારા હાઉસ ટુ હાઉસ મુલાકાત કરી ઇન્ટ્રાડોમેસ્ટીક તેમજ પેરાડોમેસ્ટીક પોરાનાશક, ઇન્ડોર ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી .

મુલાકાત દરમ્યાન મળી આવેલ તાવના દર્દીઓની લોહીના નમુના લઇ મેલેરીયાની તપાસ તથા સારવાર વિનામુલ્યે કરવામાં આવી હતી.જેમાં સાતેય ઝોનમાં કુલ ૬૯૫૭૩ ઘરોમાં મુલાકાત લેતા ૧૭૨૪ ઘરોમાં બ્રીડીગ મળ્યા,તપાસેલ કુલ પાત્રોની સંખ્યા ૧૭૩૩૧૨ માંથી બ્રિડીંગ મળેલ પાત્રોની સંખ્યા ૧૯૨૫ હતી. મેલેરીયા નિદાન માટે લીધેલ BSC/RDT ૬૬૦ , ફોગીગ કરેલ કુલ ઘરોની સંખ્યા ૨૯૮૬૭ ,કુલ એમ.એલ.ઓ. વપરાશ (લીટર)૩૩૬, આપેલ રેસીડેન્સીયલ નોટીસ ૧૬૨, લીધેલ રેસીડન્સીયલ વહીવટી ચાર્જ (રૂા.) ૨૪૦૦ ,આરોગ્ય શૈક્ષણિક પત્રિકા વિતરણની સંખ્યા ૯૮૭૭ ,લાઇવ પોરા નિદર્શન કરેલ સ્થળોની સંખ્યા ૧૩૮ હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી દ્વારા આપવામાં આવતી સેવાઓ નું લાભ લઇ ઘર માં જો કોઇને તાવ આવતો હોય તો તરત નિદાન કરાવી સંપુર્ણ દવા લઇ મેલેરીયા સામે રક્ષણ પામો. મેલેરીયા ના ઉથલા સામે રક્ષણ મેળવવા સંપુર્ણ સારવારનું મહત્વ સમજાવવામાં આવ્યું.‬‎ શહેરના તમામ ઝોનના જુદા જુદા વિસ્તારોમાં મચ્છરના પોરાનું લાઇવ ડેમોસ્ટ્રેશન, બેનર/પોસ્ટર્સ, પોરાભક્ષક માછલી ડેમોસ્ટ્રેશન થી લોકજાગૃતિની કામગીરી કરવામાં આવી.

વાહકજન્ય રોગો તથા મચ્છરુનિયંત્રણની કામગીરીમાં શહેરના લોકોની સહ ભાગીદારીતા કેળવાય અને લોકોમાં બહોળી જનજાગૃતિ નો ફેલાવો થાય તે હેતુથી શહેરના તમામ વોર્ડ ખાતે કુલ-૮૯ સ્થાનિક ચુટાયેલ પદાધિકારીઓ તથા જન પ્રતિનિધીઓની ઉપસ્થિતીમાં કામગીરી કરવામાં આવી હતી.

આજે શનિવારના રોજ વિશ્વ મચ્છર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ મેલેરીયા રોગ થવાના કારણો અને તે રોગને માનવજીવનમાં ફેલાતો અટકાવી શકાય તે છે તથા મચ્છર દ્વારા ફેલાતા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝીકા, હાથીપગો વગેરે વિશે લોકોમાં વિશેષ જનજાગૃતિ કેળવવાનો છે. ૨૦ ઓગષ્ટ, સને ૧૮૯૭ ના રોજ સર રોનાલ્ડ રોસ વૈજ્ઞાનિક દ્વારા મચ્છરથી મેલેરીયા રોગનું ટ્રાન્સમીશન થાય છે તે બાબતની શોધ કરવામાં આવી. જે બદલ મેલેરીયા અંગેના સંશોધનોમાં સને ૧૯૦૨ માં તેઓને નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો.

‎વિશ્વ મચ્છર દિવસ ઉજવણી અન્વયે કરેલ વાહકજન્ય રોગ નિયંત્રણની કામગીરીની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com