ગુજરાતના નાગરિકને દરેક ઈલાજની સુવિધા મફતમાં , મોઘવારી અને બેરોજગારીમાં રાહત આપીશું : અરવિંદ કેજરીવાલ 

Spread the love

 

દરેક ગામમાં અને શહેરના દરેક વોર્ડમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે : જો કોઈનું એક્સિડન્ટ થાય તો સરકારી હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલમાં ઈલાજના ખર્ચા સરકાર ઉઠાવશે : કેજરીવાલ

અમદાવાદ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા દિલ્હીના ઉપમુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા 22-23 ઓગસ્ટના 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધતા કહ્યું કે ભલે સરકારી શાળામાં ભણવા વાળા હોય કે ખાનગી શાળામાં તમારા પુરા પરિવાર માટે મફત ઈલાજની સુવિધા કરીશું.  જ્યારે ગુજરાતમાં ‘આપ’ની સરકાર બનશે ત્યારે અમે મોંઘવારી અને બેરોજગારી થી રાહત આપીશું.દિલ્હીમાં અમે વીજળી પાણી મફત કરી દીધું, શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવા મફત કરી દીધી, મહિલાઓ માટે બસની સેવા મફત કરી દીધી જેના કારણે લોકોને મોંઘવારીમાં ઘણી રાહત મળી. 12 લાખ યુવાનોને અમે રોજગાર આપ્યો, કેમ કે રોજગાર આપતા અમને આવડે છે. એટલે જ્યારે ગુજરાતમાં ‘આપ’ની સરકાર બનશે ત્યારે અમે મોંઘવારી અને બેરોજગારી થી રાહત આપીશું.સર્વશ્રેષ્ઠ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાની જેના ચર્ચા અમેરિકાના સૌથી મોટા ન્યૂઝપેપરમાં ફ્રન્ટ પેજ પર ફોટા સાથે થઈ છે.

મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં પણ દરેક બાળકને શાનદાર સરકારી શાળાઓમાં મફત માં સારું શિક્ષણ મળે અને પ્રાઈવેટ સ્કૂલોમાં પણ ભણતા બાળકોના માતા-પિતા પર બોજો ન પડે એ માટે એ પણ જરૂરી છે કે પ્રાઇવેટ સ્કૂલમાં ફી વધારો ન કરવામાં આવે. આ શક્ય છે.અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ મૂકે તો આવનારા પાંચ વર્ષોમાં ગુજરાતના બાળકો માટે ખૂબ જ સારી અને વિશ્વસ્તરીય શિક્ષણ વ્યવસ્થા ગુજરાતમાં લાગુ કરવામાં આવશે.

અમદાવાદના સિંધુ ભવન તાજ સ્કાયલાઇન હોટલ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને કહ્યું કે અમે એક પોઝિટિવ કેમ્પેન ચલાવી રહ્યા છીએ, અમે તેમને કેવી રીતે મોંઘવારી અને બેરોજગારી થી રાહત આપીશું, મહિલાઓ, યુવાનો, વેપારીઓ, ખેડૂતો સૌ ની સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવીશું. ગુજરાતના દરેક નાગરિકને દરેક ઈલાજની સુવિધા મફતમાં આપીશું.અમે સ્વાસ્થ્ય પર ગુજરાતના લોકોને પ્રથમ ગેરંટી આપીએ છીએ .બધી દવાઓ, બધા ટેસ્ટ, બધા ઈલાજ, બધા ઓપરેશન દરેકના મફત થશેબબીજી ગેરંટી છે . જે પણ સરકારી હોસ્પિટલોમાં જશે તેનો ઈલાજ મફત થશે. દરેક ગામમાં અને શહેરના દરેક વોર્ડમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે એ ત્રીજી ગેરંટી છે. ચોથી ગેરંટી, જેટલા પણ સરકારી હોસ્પિટલો છે તેને ખાનગી કરતા પણ વધુ સારા બનાવવામાં આવશે. મને ખુશી છે કે ગઈકાલે ગુજરાત સરકારે પણ શહીદોને 1 કરોડ રૂપિયાની સન્માન રાશિ આપવાની જાહેરાત કરી, હું ગુજરાત સરકારનો આભારી છું. કેમ કે પોલીસ વાળા પણ તેમના જીવના જોખમે જ કામ કરે છે. એટલે મારી ગુજરાત સરકાર થી વિનંતી છે કે ગુજરાત પોલીસને પણ આ 1 કરોડ વાળી યોજનામાં સામેલ કરવામાં આવે, જો કોઈ પોલીસ વાળું શહીદ થાય તો તેને પણ 1 કરોડ રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે. અને પાછલા 5 વર્ષમાં જેટલા પણ લોકો શહીદ થયા છે તે બધાને 1 કરોડ રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે. અને જો ગુજરાત સરકાર નહિ આપે તો અમારી સરકાર બન્યા બાદ 10 દિવસની અંદર પાછલા 5 વર્ષમાં જેટલા પણ લોકો શહીદ થયા છે તેમને 1 કરોડ રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવશે. સરકાર બન્યાના 1 મહિનામાં જ સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓની દરેક માંગ પુરી કરવામાં આવશે.ગુજરાતની જેમ દિલ્હીમાં પણ નકલી દારૂ ના વેચાય એટલા માટે અમે જૂની નીતિ પર પાછા ફર્યા . ગુજરાતની ચૂંટણી સુધી અમને હેરાન પરેશાન કરવામાં આવશે, કારણ કે ભાજપ ને ખબર છે કે ગુજરાતમાંથી તેની જમીન ખસી રહી છે.હોમગાર્ડના તમામ કર્મચારીઓ ને હું કહેવા માંગીશ કે અમારી સરકાર બનતાની સાથે જ તમારી બધી સમસ્યાઓનું સમાધાન લાવવામાં આવશે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ તથા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com