ગુજરાતમાં ૫૪% થી વધારે વસ્તી ઓ.બી.સી. સમાજની છે, ત્યારે ઓબીસી સમાજની ૨૭% અનામતમાં સરકાર દ્વારા ફેરફારના મુદ્દે આવેદનપત્ર આજરોજ આયોગના ચેરમેન અને જસ્ટી શ્રી કે.એસ. ઝવેરીને આપવામાં આવ્યું હતું. ત્યારે આવેદનપત્ર પાઠવવામાં ગુજરાત પછાત વર્ગ વિકાસ મંચ ના પ્રમુખ જી.કે.પ્રજાપતિ, ઋષિવંશી સમાજના પ્રદેશ પ્રમુખ હેમરાજ પાડલીયા તેમજ વિવિધ બક્ષીપંચ સમાજના પ્રમુખો, હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં ચેકિંગ થઈને જે ગુજરાત રાજ્યમાં ૫૪% વસ્તી બક્ષીપંચ સમાજના લોકોની છે, અને ૨૭% અનામતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૧૦% અનામત રદ કરતા ઓ.બી.સી સમાજમાં રોષ ફરી નીકળ્યો છે.
મૂળભૂત અનામત માં સરકાર ફેરફાર કરતાં રોજ વ્યક્ત કરાતા ગાંધી ચિંધ્યા માર્ગ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
OBC સમાજની ૫૪% વસ્તી છે, અને આ વસ્તી આજથી વધુ સમય પહેલા ગણતરી કરવામાં આવી હતી ,તે વસ્તી ૫૪% ત્યારે હતી ,વખોતો વખત અન્ય જ્ઞાતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી ૫૪% થી વધુ વસ્તી ઓ.બી.સી. ધરાવે છે,- જી.કે.પ્રજાપતિ
આજરોજ ઓ.બી.સી. સમાજના તમામ હોદ્દેદારો સાથે આયોગના ચેરમેનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સૌથી વધારે ઓ.બી.સી સમાજની વસ્તી ગુજરાતમાં છે, અને નવી જ્ઞાતિઓનો સમાવેશ બાદ હાલ ૫૪% થી વધીને ૬૪% પણ વસ્તી થઈ છે, જેથી ઓ.બી.સી. સમાજને ૧૦% જે સ્વરાજ્યની ચૂંટણીમાં રદ કરવામાં આવેલ તે અયોગ્ય હોય જેથી આ પ્રશ્ન આયોગ વિચારે -હેમરાજ પાડલીયા