પ્રધાનમંત્રીએ પાંચ પ્રણ આપ્યા છે તેના ઉદાહરણ પાટણમાં જોવા મળ્યાઃ પિયુષ ગોયલ

Spread the love

જૂની વિચારધારા બદલવી, આધુનિક ભારત, બધામાં કર્તવ્યભાવ, આધુનિક સ્ટાર્ટ અપ, પ્રાચીન ધરોહર પરનો ગર્વ પાટણમાં જોવા મળ્યા

પાટણ

પાટણ જિલ્લાના પ્રવાસ દરમ્યાનની વિગતો બાબતે કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે મીડિયા મિત્રો સાથે સંવાદ કરીને જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પાંચ પ્રણ છે તે પાટણમાં જોવા મળ્યા છે. જૂની વિચારધારા બદલવી, આધુનિક ભારત, બધામાં કર્તવ્યભાવ, આધુનિક સ્ટાર્ટ અપ, પ્રાચીન ધરોહર પરનો ગર્વ વગેરે જોવા મળે છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને ડબલ એન્જિનની જેમ તેજ વિકાસ કરે અને તે લોકો સુધી પહોંચે તેનું ઉદાહરણ મને પાટણમાં જોવા મળ્યું છે. તેમણે પાટણના પટોળા વિશે જણાવ્યું હતું કે પટોળા સાડી એ વિશ્વમાં પ્રખ્યાત છે તે ડિઝાઇન આજે જોવા મળી. ગોયલે પટોળા બનાવતા પરિવારને મળીને તેમને જણાવ્યું હતું કે આ કલા કેવી રીતે જીવંત રાખવા કલા જીવંત રાખવા સરકાર બધી રીતે મદદ કરશે. ‘ગુજરાતમાં પાટણ કઇ રીતે વિકાસ કરી રહ્યુ છે તેની એક ઝલક તેમજ આધુનિક ભારતની એક ઝલક આજે મને પાટણમાં જોવા મળી તે બદલ હુ મારી જાતને ધન્ય અનુભવું છું. પાટણમાં ગ્રામીણ વિસ્તારમાં ઘર પર જે તિરંગા લહેરાઈ રહ્યા છે અને જે રીતે હર ઘર તિરંગા અભિયાન ચલવવામાં આવ્યુ છે તે જોઈને પણ હું ખૂબ ખુશ થયો. ઘણાં વર્ષોથી રાણકી વાવ જોવાની મારી ઇચ્છા હતી તે આજે પુર્ણ થઈ છે. પાટણ જિલ્લાની આ બે દિવસીય મુલાકાત સફળ રહી તે બદલ વહીવટી તંત્રનો આભાર.’કેન્દ્રીય વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મીડિયાના મિત્રો સાથે સંવાદ કર્યા બાદ મંત્રીએ પાટણનાં પ્રવાસની પૂર્ણાહુતિ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com