ગુજરાતમાં ચોમાસાની ઋતુ આવે એટલે કોન્ટ્રાક્ટરોને નવા કોન્ટેક્ટર ની કીડો સળવળે , ત્યારે દર વર્ષે માર્ગ અને રસ્તા પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે, અને પ્રજા ટેક્સ ભરે પણ સગવડતા નામે મીંડુ, તો તંત્ર માથે હવે ઈંડું ફોડવા જેવો સમય આવી ગયો છે. GJ-18 ખાતેના રાયસણ, કુડાસણ,રાદેશણ, સરગાસણ ત્યારે જે ગામની પાછળ શણ આવે ત્યાં મો ફાડીને મણ જેટલો સમસ્યાના પ્રશ્નો છે ત્યારે નગરજનો નગરસેવકોને ફરિયાદ કરો તો જણાવે છે કે અમારું તંત્ર સાંભળતું નથી, પાચ્યું ઉપજતું નથી, તો પછી નગરસેવક ની જરૂર ખરી ? આજે ન્યુ GJ-18 ખાતે જે રોડ, રસ્તા બનાવવામાં આવ્યા છે. ત્યાં મોટાભાગના રોડ, રસ્તા પર ભુવા, ખાડા બન્યા છે ત્યારે ટીસ્કો થઈને ડિસ્કો રોડ ઉપર ફરતા હોય તેમ નગરજનો તો નાતે પણ ગાડીઓ પણ ડાન્સ કરતી હોય તેવું લાગે, વાહન ચાલકોને વાહન ક્યાં ચલાવવું એ પેચી દો પ્રશ્ન બન્યો છે, ત્યારે હવે મોટાભાગના લોકો વરસાદ બંધ હોય તો ટુ-વ્હીલર વાહનો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે દરેક જગ્યાએ ખાડાઓનું રાજ્ય શરૂ થતું હવે આ માડા રાજ ક્યારે જશે તે પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે,
રોડ ,રસ્તા ના કામોની ગુણવત્તા આખે દેખાઈ આવે છે નગરસેવકોને ફરિયાદ કરવા છતાં કામ ન થતા આખરે નગરસેવકો પણ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હોવાની પણ ફરિયાદો મળવા પામેલ છે, ત્યારે મેયર દ્વારા પોતે પ્રાઇવેટ વાહન લઈને દરેક વિસ્તારમાં રવિવારના રોજ તપાસ કરી હતી, ત્યારે મેયર એકની જવાબદારી થોડી છે, અનેક નગરસેવકો જે ચૂંટાયા છે, તેણે તંત્રને ગામરોળવુ પડે, બાકી કામ ન કરવાના બહાના હોય તેમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. રહેવાસીઓ દ્વારા નવા વાહનો ખરીદ્યા હોય તો ૩ મહિનામાં ખખકધજ થઈ જાય તેવા રોડ બની જતા અનેક લોકો ન્યુ GJ-18 થી તોબાપોકારી ગયા છે. ત્યારે રાયસણ, કોબા એવા વિસ્તારોમાં નવી ફૂટપાથો બનાવતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે હવે રીંગરોડ અંદરનો ઇન્ટરનેશનલ રોડ માંથી જ વાહન પસાર કરવું પડે તેવી સ્થિતિ સર્જાય છે ય્ત્ન-૧૮ ને સ્માર્ટ સિટી બનાવવાના સપના મોંઘેરીલાલના લોકોને બતાવ્યા, અને અબજાે રૂપિયા ખર્ચ સ્માર્ટ સિટી માટે કરીને સ્માર્ટ સિટી એ ભ્રષ્ટાચારનો ભવાડો હોય તેમ બની ગયું છે તેમાં સ્માર્ટ સિટી હેઠળ જે પ્રોજેક્ટ આવ્યા તેમાં મોટાભાગના ફેલઇ ગયા છે ત્યારે સફળ કેટલા થયા તે પ્રશ્ન છે, ત્યારે કરોડો રૂપિયાનું આંધણ મનપા દ્વારા કરવામાં આવ્યું છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી ચાર હાથે GJ-18 ના વિકાસ માટે હર હંમેશાં અબજાે રૂપિયાની ગ્રાન્ટો સ્માર્ટ સિટી થકી આપી રહ્યા છે, ત્યારે આ ગ્રાન્ટ થકી જે કામો થયા છે, નવા પ્રોજેક્ટ આવ્યા છે, તે મોટાભાગના ફેલ ગયા છે. ભાજપને પ્રજાજનોએ ૪૪ માંથી ૪૧ સીટો સાથે ભવ્ય વિજય અપાવ્યો છે, ત્યારે નગરસેવકો ઘણા ફોન નથી ઉઠાવતા, પ્રજાની ફરિયાદોને વાંચા નથી આપતા, તો કરવાનું શું? ત્યારે ભાજપ દ્વારા દરેક સેક્ટરમાં એટલે કે વોર્ડ દીઠ કાર્યાલયો ખોલવામાં આવ્યા છે ત્યારે આ કાર્યાલય પણ નગરસેવકો મળતા નથી, તો આવનારી વિધાનસભા ની ચૂંટણીઓમાં ભાજપને નુકસાન થાય તેવી પણ ભીતી સેવઈ રહી છે,
ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટ દ્વારા પ્રજાજનોના કામ થાય અને પ્રજાના પ્રશ્નોની વાંચા આપવા દરેક વોર્ડ દીઠ કાર્યાલયો ખોલવામાં આવ્યા છે, ત્યારે નગરસેવકો કાર્યાલયે મળતા નથી, ફોન ઉપાડતા નથી, તો રુચિર ભટ્ટ હવે દંડો પછાડો, પ્રજાના પ્રશ્નોને વાચા ન આપતા હોય તો તે નગરસેવકોને આઉટ કરશો તો પણ સત્તા ભાજપની જ રહેશે,
ઘણા નગરસેવકો પાસે એક જ જવાબ, તંત્ર સાંભળતું નથી,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરોડો નહીં અબજાે રૂપિયાની ગ્રાન્ટો સ્માર્ટ સિટી થકી ફાળવી છે, તો વિકાસ કયાંય દેખાતો નથી, મોદી દાદા, અમિત કાકા, દિલ્હીથી પૈસા આપવાનું હવે બંધ કરો, છોકરાઓ બગડી ગયા છે, સ્માર્ટ સિટી થકી જે પ્રોજેક્ટો આવ્યા ૧૦ વર્ષમાં તેમાં સફળ કેટલા? આ તપાસ કરાવો, સાયકલ રીપેરીંગ પ્રોજેક્ટ (ગુડા ) વોટર ATM, થી લઈને અનેક પ્રોજેક્ટનું બાળ મરણ થઈ ગયું છે, ત્યારે GJ-18 ન્યુ ખાતે ૫૦ થી ૧ કરોડના મકાનોમાં રહીનારાની સ્થિતિ
વાહન હોવા છતાં ચાલવા મજબૂત જેવી સ્થિતિ,