અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસમાં ર્નિણય લીધો છે કે સરકારી કર્મચારીના મૃત્યુની સ્થિતિમાં, જાે તેની પત્ની જીવિત હોય અને તેણે નિમણૂક માટે દાવો કર્યો હોય, તો મૃતકની બહેનને દયાના આધારે નિમણૂક કરી શકાતી નથી. જસ્ટિસ નીરજ તિવારીએ મૃતક કર્મચારીની બહેન કુમારી મોહની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા આ આદેશ આપ્યો હતો. મોહનીએ અદાલતને અનુકંપાનાં આધારે તેમની નિમણૂક માટે સંબંધિત અધિકારીઓને ધ્યાનમાં લેવા માટે નિર્દેશ આપવા વિનંતી કરી હતી.અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે, “હાલના કેસમાં એ હકીકતમાં કોઈ વિવાદ નથી કે મૃતક કર્મચારી પરિણીત હતો અને તેની પત્ની જીવિત છે અને તેણે દયાળુ નિમણૂક માટે દાવો કર્યો છે. તેથી, તે નિયમો હેઠળ નિમણૂક માટે પાત્ર છે અને અરજદારને કોઈ રાહત આપી શકાતી નથી.” હાલના કેસમાં અરજદારના પિતા “સફાઈ કર્મચારી” તરીકે કામ કરતા હતા અને તેમની સેવા દરમિયાન મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ અરજદારના ભાઈને રહેમિયતના આધારે નિમણૂક મળી હતી.કમનસીબે, અરજદારના ભાઈનું પણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને તેના મૃત્યુ પછી તેની માતાએ અરજદારને અનુકંપાનાં ધોરણે નિમણૂક માટે સંમતિ આપી હતી. અરજદારે તેમની નિમણૂક માટે અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી જે વિચારણા હેઠળ હતી. પ્રતિવાદીના વકીલે અરજદારના વકીલ દ્વારા કરાયેલા દાવા સામે વાંધો ઉઠાવ્યો હતો કે નિયમો ૧૯૭૪ જે ૨૦૨૧માં સુધારેલા હતા, તે પરિવારના પરિપત્ર ક્રમમાં આપવામાં આવ્યા છે.