ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, તથા ભુપેન્દ્રભાઈ ની સરકાર જે GJ-18 ના વિકાસ માટે અબજાે રૂપિયા સ્માર્ટ સિટી થકી વિકાસ માટે ચાર હાથે આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાની એકવાર મીડિયામાં ટકોર કરી હતી કે, દિલ્હી થી સો રૂપિયા નીકળેલી નોટ રાજ્યમાં પહોંચતા ૨૦ રૂપિયા થઈ જાય છે. ત્યારે આ બધું બંધ કરાવીને તમામ રાજ્યને પૂરેપૂરા નાણા મળે તે હેતુસર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વાયા ટેશનો આવતા ભ્રષ્ટાચાર ના છિદ્ર તમામ પૂરીને રાજ્ય સરકારની પૂરેપૂરી ગ્રાન્ટ આજે મળી રહી છે ત્યારે દિલ્હીથી આવેલા કરોડ રૂપિયા ગુજરાત સરકારની મળી અને ભુપેન્દ્રભાઈ ની સરકાર પૂરેપૂરા નાણા મનપાને આપે છે ત્યારે હવે અહીંયા લાખના ૧૨ હજાર જેવો ઘાટ સર્જાયો છે ત્યારે GJ-18 દ્વારા ઘ-૪ પાસે બનાવેલ એન્ટિક પીસ એવા ખટાક-ખટાક અંડર બ્રિજમાં કરોડો રૂપિયાના નાણા નો વ્યાપ થયો હોય તેમ વરસાદી પાણીમાં પાણી ભરાઈ જાય, સિમેન્ટના રોડ ઉખડી જવાના, અને ખાસ તો આ અંડર બ્રિજમાં જે ખટાક-ખટાક અવાજ આવે છે, તેની બંધ કરાવી શક્યું નથી, ત્યારે ગુજરાતના અનેક ઇજનેરો અહીંયા ફેઇલ ગયા છે, ત્યારે આ આવાજ ખટાક-ખટાક બંધ કરાવવા અનેક વખત લોખંડની જાળીઓ નાખવામાં આવી પણ બંધ થતો નથી, ત્યારે હવે મનપા આ એન્ટીક પીસ એવો ખટાક-ખટાક બ્રિજનું નામાંકિત દેશમાં થાય તે માટે વર્લ્ડ ઓફ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવે તેવી સોશિયલ મીડિયામાં ભારે રમુજ ચાલી રહી છે.ઘ-૪નો ખટાક-ખટાક અંડર બ્રિજ માંથી વાહન ચલાવતો હોય એટલે ગમે તેટલો હોન વગાડે સંભળાય નહીં ,પણ હા,ખટાક-ખટાક જ મોટો હોર્ન હોવાથી બીજું કશું સંભળાતું નથી, ત્યારે અંડર બ્રિજ માંથી હવે સિમેન્ટના બનેલા રોડ પણ તૂટી ગયા છે, તથા જે ખટાક-ખટાક જીલ નાખી છે, તે હવે બહાર આવી ગઈ છે, અનેક વાહનોને નુકસાન પારાવાર થઈ રહ્યું છે.
ગાંધીનગરવાસીઓ લાપસીના આંધણ મૂકો…!
ગાંધીનગરનો ઘ-૪નો ખટક-ખટક અંડરબ્રીજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માટે નોમીનેટ થવા સુસજ્જ…!
મહાનગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા નિર્મિત ખટક-ખટક બ્રીજ યશભાગી બની રહેશે…!
ઘ-૪ના અંડરબ્રીજ સમગ્ર રાજ્યની તમામ મહાનગરપાલિકા માટે આદર્શ બની રહેશે…!
અંડરબ્રીજ બનાવવા ઓનપેપર દર્શાવાયેલ કરોડોનો ખર્ચ ખરેખર ક્યાં વપરાયો અને કોના ખિસ્સા ભરાયાં…?
ઘરડાંનગરી ગાંધીનગર હવે યુવાધનના સાચા રાહબર બનવાની દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવા અસક્ષમ લાગી રહ્યું છે…!
સમગ્ર રાજ્યનો વહીવટી જ્યાંથી થાય છે તેવા અને મુખ્યમંત્રી કાર્યાલયથી માત્ર ૫૦૦ મીટરના અંતરે આવેલ અંડરબ્રીજ બિચારો લાચાર બન્યો…!
પ્રજાના પૈસાનું ખોટી રીતે ઉડાવનાર સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને ઉજાગર કરી કાયદેસરની એફઆઈઆર કરી યોગ્ય દાખલો બેસાડે…!