ગુજરાતના રાજકારણમાં આવે એટલે ભલભલા હવામાં ઉડવા માંડે, ત્યારે જે રાજકારણી જમીન સાથે જ રહે તેને ક્યારેય તકલીફ પડતી નથી॰ ત્યારે જીજે 18 મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા મેયર બન્યા બાદ પણ રોડ રસ્તા પાસે નાની શોપિંગ એવી દુકાનદારને ત્યાં દાઢી અને વાળ કપાવતા હોય છે ,ત્યારે દાઢી કરાવતા નજરે પડી રહ્યા છે, ત્યારે કોમનમેન તરીકેની જ લાઇફ જીવવાની હોય તો ફરક ન પડે અને ન હોય તો પણ ફરક ન પડે, પ્રજા જોડે રોજ બેસવાનું, ચાની ચુસ્કી કીટલી પર મારવાની અને નાનો શ્રમજીવી એ આપણી દેશની ઇકોનોમી છે. રોજનું લઈને ખાનારા જે દેશ ચલાવે છે તેનું કારણ બચાવવા નહીં તમામ કમાવો એટલે વાપરો, ત્યારે તેને ગ્રોથ એન્જિન આપણે પૂરું પાડવું જ પડે, એસી દુકાનમાં દાઢી કરાવવા જઈએ તો ત્યાં 100 થી 150 રૂપિયા દાઢી કરવાના લે, અને અહીંયા આ શ્રમજીવી ૨૦ થી ૩૦ રૂપિયામાં દાઢી કરી આપે, ત્યારે મોટી દુકાનમાં કરાવેલી દાઢી પણ ઉગવાની જ છે બીજા દિવસે વાળ આવી જવાના છે તો પછી નાના શ્રમજીવીને રોજગારી મળે તે મારો ઉદ્દેશ છે, આ આપણા ભારતનું અર્થતંત્ર છે.