ગુજરાતમાં વડોદરા, રાજકોટ, જામગનર, અમદાવાદજેવા વિસ્તારોના બસ્ટેન્ડ અતિ આધુનિક અને તમામ સુવિધા સાથે સજ્જ બન્યા છે, ત્યારે GJ-18 એટલે કે ગુજરાતનું પાટનગર કહેવાય, અને તમામ હુકમના આદેશો, પરીપત્રો, ઠરાવો, અહીથી પશાર થાય ત્યારે અહીંયા રોજબરોજ ૪ લાખ માણસ આવન-જાવન કરે છે, ત્યારે GJ-18નું પથિકાશ્રમ હાર્દસમું ગણાય, પણ ગુજરાતનું પાટનગર પથિકાબસ્ટેન્ડની આ દુર્દશા જાેઇને છી… છી… શબ્દ નીકળી આવે,
GJ-18ખાતે આવેલ પથિકાશ્રમ ખાતે મહિલાઓનું સૌચાલય જે હતું, તે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે, અને એક સૌચાલય જે ચાલું છે, તે દુર છે, તથા પથિકાશ્રમની પાસે બોર્ડ લગાવેલ છે, કે ગંદકી, જાહેરમાં પેશાબ કરશો તો ૨૦૦ રૂપિયા દંડ, પણ ભાઇ રોજબરોજ ગંદકી થાય છે,જાહેરમાં લોકો પેશાબ કરે છે,ત્યારે આ બોર્ડ લગાવ્યાના ૫ વર્ષ થયા, ૫ વર્ષમાં ૫૦ પહોંચ ફાટી છે, ખરી? ત્યારે ધમકી જેવા નિયમો મોટા લગાવી દેવાતા, અમલદારીના નામે જીરો જેવો ઘાટ છે, ત્યારે પથિકાશ્રમ પાછળના ભાગમાં આવન જાવન કરતાં કર્મચારીઓ ગંદકી, રોડ, રસ્તા પર ભરાયેલા ગટરના પાણીથી ત્રસ્ત થઇ ગયા છે, લોકો મોઢે રૂમાલ બાંધીને જઇ રહ્યા છે, ત્યારે આ દુર્દશા જાેઇને થાય છે, કે ગુજરાતનું પાટનગર અને ST બસ્ટેન્ડ આવું? આસુવિધાથી ભરપુર, ત્યારે સુવિધા હવે કરશો?
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ કરોડો નહીં અબજાેની ગ્રાંન્ટો વિકાસ માટે ફાળવે છે, ત્યારે આ જવાબદારી MLA થી મનપાના સત્તાધીશોની પણ છે, ફાલતું પૈસા વિકાસમાં બીજે વાપર્યા કરતાં અહીંયા ગ્રાંન્ટ ફાળવો, રોજબરોજ ૪ લાખ પબ્લીક GJ-18 ખાતે આવે છે, ત્યારે આ બસ્ટેન્ડની દુર્દશા જાેઇને છી… છી… છી… કહીને જાય છે, હવે ગુડ ગુડ કહે તેવું કશે…..