ગુજરાતમાં કેટલાક એવા ઈજનેર, અને અધિકારીઓ મહંમદ તઘલઘી મગજના આવે કે તેમાં વાહન ચાલકો પ્રજાત્રસ્ત થઈ જાય, અને પોતે મસ્ત બનીને ફરે, ત્યારે મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર આ પ્રશ્ન હવે વ્યસ્ત થાઓ તેવી પ્રજાની પણ લાગણી અને માંગણી છે,GJ-18 થી અમદાવાદ જતા તમામ રોડ રસ્તા પર પેવર બ્લોક નાખવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે જે ઇજનેર કે તંત્ર દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે તે એવી બોગસ અને પ્રજાને ત્રસ્ત , તથા હેરાન કરનારી છે, જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા છે નગરસેવકો દ્વારા આ પ્રશ્ન આ મુદ્દો ઉઠાવ્યો છે, પણ તંત્ર હજુ કામ કરવાની આળસ માંથી ઊભું થયું નથી,
પ્રાપ્ત વિગતો અનુસાર ય્ત્ન-૧૮ થી કોબા જતા રાયસણ પેટ્રોલ પંપ અને રાયસાણ ગામમાં પ્રવેશ મેળવવા આવે ફરીને જવું પડે છે, ત્યારે ક્યાં મહંમદ તઘલઘી એ આ ર્નિણય લઈને અનેક વાહન ચાલકો આ પ્રશ્ન નાકમાં દમ લાવી દીધો છે, વાહન ચાલકોની ફરી ફરીને જવું પડે છે, ત્યારે કોબા થી GJ-18 આવતા હોય ત્યાં પેટ્રોલ પંપ ની માટે લાલજાજમ પાથરી હોય તેમ રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો છે, તો રાયસણ પેટ્રોલ પંપ માટે કેમ નહીં ? GJ-18, સેક્ટર ૧૧ થી અમદાવાદ જતા હાઈવે એટલે ફક્ત એક જ પેટ્રોલ પંપ રાયસન નો આવે છે, જે કોબા સુધી કોઈ પેટ્રોલ પંપ એ રોડ ઉપર આવતો નથી, ત્યારે રસ્તો બંધ કરતા અનેક વાહન ચાલકો રાયસણના રહેવાસીઓ દ્વારા આ પ્રશ્ને ભારે ધમાસણા ચાલી રહ્યું છે ત્યારે કોબાસ્થીત પેટ્રોલ પંપ નો રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો છે અને રાયસણ પેટ્રોલ પંપ નો રસ્તો બંધ કેમ ?
મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન શ્રી આ મહંમદ તઘલઘી ઇજનેર કોણ છે ? વાહન ચાલકો, પ્રજા પરેશાન થઈ રહી છે, આનો નિકાલ કરો,
ભાજપના ચાર નગરસેવકો મહેન્દ્ર (દાસ) પટેલ, પોપટસિંહ ગોહિલ, તેજલ બેન નાયી, મીરાબેન પટેલ, તથા કોબાના પૂર્વ સરપંચ યોગેશ પટેલ દ્વારા આ પ્રશ્ને સત્તાધિશોને રજૂઆત કરી છે, પણ હજુ તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા રાયસણ કોબાના વાહન ચાલકો, રહેવાસીઓમાં ભારે વિરોધ પ્રવર્તી રહ્યો છે.