ગાંધીનગરમાં કોમર્શિયલ એરિયામાં વાહનો વ્યવસ્થિત પાર્ક થાય તે અર્થે અને ટ્રાફિક જામ ન થાય આ પરિસ્થિતિ નિવારણ રૂપે પેવર બ્લોક નું પાર્કિંગ એરિયા બનાવેલો હોય પરંતુ નાના મોટા લારીગલાવાળાઓ પોતાના સ્ટોલ લારી, ગલ્લા, મોબાઈલ વાન પાર્ક કરી ધંધો કરે છે અને જે પાર્કિંગ બનાવેલ હોય તેમાં દાદાગીરીપૂર્વક પોતાના સ્ટોર મૂકી દે છે સેક્ટર ૨૧ સુપર માર્કેટ ૧૬ ,૧૧, ૭ આમ ઠેકઠેકાણે સ્ટોલ લારી ઠોકી દે છે. તો નગરવાસીઓ પોતાના વાહનો પાર્ક ક્યાં કરે? GMC દ્વારા સુવિધાસભર પાર્કિંગ બ્લોક નખાવી સરળતા ઉભી કરેલ છે પરંતુ આવા નફરત લોકો તંત્રને કે કોર્પોરેશન ને અવગણી પોતાનો અડિંગો જમાવે છે. GMC તેમજ ગુડા દ્વારા આવા લોકોને દંડ ફટ કરવો જાેઈએ તેમજ જ્યાં પાર્કિંગ ની જગ્યાઓ ફાળવી છે ત્યાં પાર્કિંગ હોવું જાેઈએ અને બોર્ડ મારવા જાેઈએ કે અહીં કોઈએ લારી ગલ્લા મુકવા નહીં તે હવે તંત્ર એ જાેવું રહ્યું.