ઓગસ્ટ 2022ના મહિનામાં રૂ.1,43,612 કરોડની GST આવક થઈ

Spread the love

 

 

નવી દિલ્હી

ઓગસ્ટ 2022 મહિનામાં એકત્ર થયેલી GST આવક છે ₹1,43,612 કરોડ જેમાંથી CGST ₹24,710 કરોડ છે, SGST ₹30,951 કરોડ છે, IGST છે ₹ 77,782 કરોડ (માલની આયાત પર એકત્રિત ₹ 42,067 કરોડ સહિત) અને સેસ છે ₹10,168 કરોડ (માલની આયાત પર એકત્રિત ₹1,018 કરોડ સહિત).સરકારે CGSTને ₹29,524 કરોડ અને IGSTમાંથી ₹25,119 કરોડ SGSTને સેટલ કર્યા છે. નિયમિત સેટલમેન્ટ પછી ઓગસ્ટ 2022 મહિનામાં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે ₹54,234 કરોડ અને SGST માટે ₹56,070 કરોડ છે.ઓગસ્ટ 2022 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનામાં ₹1,12,020 કરોડની GST આવક કરતાં 28% વધુ છે. મહિના દરમિયાન, માલની આયાતમાંથી આવક 57% વધુ હતી અને સ્થાનિક વ્યવહાર (સેવાઓની આયાત સહિત)ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી આવક કરતાં 19% વધુ છે.હવે સતત છ મહિનાથી, માસિક GST આવક ₹1.4 લાખ કરોડના આંકડા કરતાં વધુ રહી છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ઓગસ્ટ 2022 સુધી GST આવકમાં વૃદ્ધિ 33% છે, જે ખૂબ જ ઊંચો ઉછાળો દર્શાવે છે. કાઉન્સિલ દ્વારા વધુ સારી રીતે પાલન સુનિશ્ચિત કરવા માટે ભૂતકાળમાં લેવામાં આવેલા વિવિધ પગલાંની આ સ્પષ્ટ અસર છે. આર્થિક પુનઃપ્રાપ્તિ સાથે બહેતર રિપોર્ટિંગ સતત ધોરણે GST આવક પર હકારાત્મક અસર કરી રહી છે. જુલાઈ 2022ના મહિના દરમિયાન, 7.6 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે જૂન 2022ના 7.4 કરોડ કરતાં નજીવા વધારે હતા અને જૂન 2021ના 6.4 કરોડ કરતાં 19% વધુ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com