રાજકોટના ગ્રામ્ય વિસ્તારની ધરા આજે સવારે ૧૦.૪૦ વાગ્યે ધ્રૂજી ઊઠી હતી, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી ૧૩ કિલોમીટર દૂર નોંધાયું છે. જાેકે રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોય એવું લાગ્યું નથી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. ગોંડલ, વીરપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકા અનુભવાયા હતા. હળવા ભૂકંપથી ક્યાંય કોઈ નુકસાનીના કોઈ વાવડ મળ્યા નથી.
ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જાેવા મળ્યો હતો. ધરા ધ્રૂજતા જ ગોંડલમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા તો વીરપુર સહિતના વિસ્તારોમાં પણ લોકો ધરા ધ્રૂજતા ઘરની બહાર નીકળી ગયા હતા. સવારે ૧૦ વાગ્યા બાદ લોકો કામ-ધંધે લાગ્યા હતા ત્યારે જ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં કામ કરતા ખેડૂતોએ આ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.
પૃથ્વીની અંદર ૭ પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ્સ અથડાય છે એને જાેન ફોલ્ટલાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડાવાને કારણે અમુક પ્લેટ્સના ખૂણા તૂટી જાય છે. ત્યારે અંદરની ગરમી બહાર આવવાનો રસ્તો શોધે છે અને એ હલચલ પછી ભૂકંપ આવે છે.
રાજ્યનો સૌરાષ્ટ્ર વિભાગ મ્ૈંજી સિસ્મિક ઝોનિંગ મેપ અંતર્ગત ઝોન-૩ અને ઝોન-૪માં આવે છે. સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર ઝોન-૩ જ્યારે ઉત્તર તરફ કચ્છના અખાતની પાતળો બેલ્ટ ઝોન ૪માં આવે છે. ઝોન-૩માં ૬ મેગ્નિટ્યૂટ સુધીની તીવ્રતાના ભૂકંપ આવી શકે, જ્યારે ઝોન-૪માં તે ૭ સુધીના હોઇ શકે છે. સૌરાષ્ટ્રનો મોટા ભાગનો ભૂ ભાગ જ્વાળામુખીય લાવામાંથી ઠરેલા બેસાલ્ટિક ખડકો અને ડાયકથી પથરાયેલો છે. આ વિસ્તારોમાં ઘણા લિનિયામેન્ટ્સ એટલે કે બે જમીનના બે ભાગો વચ્ચેની તિરાડ કે જાેઈન્ટ છે, પણ કોઇ મોટી ફોલ્ટલાઈન નથી. અત્યારસુધીમાં જામનગરથી ૨૦ કિ.મી. ઉત્તરે એક ફોલ્ટલાઈટ મળી છે, જેને નોર્થ કાઠિયાવાડ ફોલ્ટલાઈન નામ અપાયું છે.