અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી મનહર પટેલ જણાવે છે કે, ભાજપા સરકાર એક બાજુ ગાય આધારીત પ્રાકૃતિક ખેતીની વાતો કરી છે અને બીજી બાજુ ગૌમાતા અસ્તિત્વ પર ભાજપા સરકાર ખુદ જોખમો ઉભા કરી રહી છે, આવી બે ધારી વાતો ભાજપા બંધ કરે અને રાજય સરકારે ૨૦૨૨-૨૩ ના બજેટમાં ૫૦૦ કરોડ રુપિયાની ફાળવેલા નાણા ગૌમાતાના છે તેને એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર પોતાની તેજુરીમા ન રાખતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને પહોચાડે. “ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” અંતર્ગત તા.3.3.2022 ના રોજ 2022-23 નાં વર્ષિક બજેટમાં મંજુર સહાય કરવામા આવી હતી.૫૦૦ કરોડ રૂા.- ગોશાળા અને પાંજરાપોળના ગૌધન નિભાવ માટે આપ્યા. ૨૧૩ કરોડ રૂા. – ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ખેડુતોને ગાયના નિભાવ માટે આપ્યા. ૧૦૦ કરોડ રૂા.-રખડતા અને નિરાધાર પશુધનના નિભાવ માટે આપ્યા . આમ રજીસ્ટર ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં જે ગૌવંશ સાચવવામા આવે છે તેમને સહાય પેટે પ્રતિદિન એક ૧ ગૌવંશને રૂા.30 અને ૧ નંદીને ૪૦/- રુપિયા પ્રમાણે પહેલી એપ્રિલ ૨૦૨૨ થી સહાય ચુકવવામાં આવશે એવુ મુખ્યમંત્રીએ જણાવેલ છે, પરંતુ આજ દિવસ સુધી એક ફુટી કોડી આપવામા આવી નથી. અને બીજી બાજુ સરકાર અને મંત્રીઓ તરફથી સહાયના વાયદા અને જાહેરાતો સતત ચાલુ છે. ત્યારે ૩૩ કરોડ દેવતાનો જેમા વાસ એવા હિન્દુ ધર્મની આસ્થાનુ પ્રતિક ૪.૪૨ લાખ ગૌમાતાઓની આ મશ્કરી છે, રજીસ્ટર ગૌશાળાઓ અને પાંજરાપોળોમા પોતાના જીવન અસ્ત્તિત્વ સામે લડી રહેલી ગૌમાતા માટે નિષ્ઠુર ભાજપા સરકારનુ રુવાડુ પણ હલતુ નથી.
રાજ્યમાં મુખ્યમંત્રી ગૌશાળાઓના પ્રતિનિધિઓને ૭ જુલાઈ ૨૦૨૨ ની રુબરુ મુલાકાતમા જુન મહિનાના અંત સુધીમા આ સહાય ચુકવાઈ જશે તેવી ખાતરી આપે છે.ભાજપાના પ્રદેશ પ્રમુખશ્રી રાજકોટ ખાતેની હિંદુ ધર્મસભામાં જાહેરાત મંચ પરથી સહાય આપવાની જાહેરાત કરી સભા મંચ ઉપર ઉપસ્થિત સંતો-મહંતો અને ગૌપ્રેમીઓને ખાતરી આપે છે.