એસ.ટી. બોર્ડે એક મહત્વનો પરીપત્ર જાહેર કરી એક્રીડેટ કાર્ડ ધરાવતા પત્રકારોને એસ.ટી. નિગમની અન્ય બસની જેમ વોલ્વો સ્લીપર કોચ બસમાં વિના મૂલ્યે મુસાફરી સવલત આપવા સુચનાઓ પાઠવી છે આ સુચના અનુસાર અમલવારી કરી તાબા હેઠળના તમામ શાખા ડેપોમેનેજર તથા સબંધિત સ્ટાફને જરૂરી સુચના આપવા આદેશો કરાયા છે
તેમજ મુસાફરી અંગે સરકારના માહિતી ખાતામાં બીલ રજુ કરવાનું હોવાથી દર ત્રણ માસે કવાટરલી વિગતો વિભાગના પરિવહન અધિકારીશ્રી હિસાબી અધિકારીશ્રી અને વિભાગીય નિયામકશ્રી દ્વારા પ્રમાણીત કરી વિગતો મોકલી આપવાની પણ સુચના અપાઇ છે.
આમા કેટલાક નિયમો જાહેર કરાયા છે તેમાં સરકાર માન્ય (એક્રેડિટેડ ધારક) ને ગુજરાત સરકારના “ડીરેકટર ઓફ ઇન્સ્ટ્રૂમેશન અથવા તેઓના . દ્વારા અધિકૃત કરેલ અધિકારીના સહી સિકકાવાળા એક્રેડિટેશન કાર્ડ રજુ કર્યેથી નિગમની વોલ્વો બસ (શીટર)માં વિના મુલ્યે મુસાફરી કરવા દેવાની રહેશે.
નિગમની બસોમાં માન્ય પત્રકારો (એક્રેડિટેડ કાર્ડ ધારક) એ કરેલ મુસાફરી અંગેના ખર્ચની રકમ નિગમ દ્વારા માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર પાસેથી મેળવવાની થતી હોવાથી કન્ડકટર દ્વારા પત્રકારના કાર્ડના નંબરની ઇ.બી.ટી.એમ. મશીનમાં ફરજીયાત નોંધણી કરવાની રહેશે.
નિગમની બસોમાં માન્ય પત્રકારો (એક્રેડીટેડ કાર્ડ ધારક)એ કરેલ ‘વિના મુલ્યે’ ની મુસાફરી અન્વયે કન્ડકર દ્વારા ઇ.બી.ટી.એમ.મશીનમાંથી નિયમ મુજબ કાર્ડની નોંધણી કરી, માન્ય પત્રકારને ટીકીટ ફરજીયાત ઇસ્યુ કરવાની રહેશે. પત્રકાર પાસેથી ટીકીટની કોઇ રકમ વસુલવાની રહેશે નહીં.ડેપો કક્ષાએથી માન્ય પત્રકારોએ કરેલ મુસાફરીની વિગતોનો માસીક રીપોર્ટ વિભાગીય કચેરીના હિસાબી ખાતામાં ઓડીટ માટે ડેપો મેનેજરની સહીથી ફરજીયાત મોકલી આપવાના રહેશે.